ભારતની આ 3 કંપનીઓ પાસે 6 અમીર દેશો કરતાં પણ વધારે સોનું

Written By:
Subscribe to Oneindia News

કેરળની ત્રણ કંપનીઓ પાસે એટલું સોનું છે કે, તે બેલ્જિયમ, સિંગાપુર, સ્વિડન અને ઓસ્ટ્રેલિયા પાસેના રિઝર્વ સોના કરતાં પણ ઘણું વધારે છે. આખી દુનિયામાં સોનાની માંગનો 30 ટકા ભાગ ભારત પાસે છે. કેરળની વાત કરીએ તો અહીં 2 લાખ લોકો સોનાના ઉદ્યોગમાં કામ કરે છે. દેશમાં ઘણા લોકો સોના પર લોન પણ આપે છે. ઉપલબ્ધ જાણકારી મુજબ મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ અને મુથૂટ ફિનકૉર્પ પાસે લગભગ 263 ટન એટલે કે આશરે 2,63,000 કિલોગ્રામ સોનાના ઘરેણાં છે.

gold

ઉપલબ્ધ જાણકારી અનુસાર બે વર્ષ પહેલાં મુથૂટ ફાઇનાન્સ પાસે લગભગ 116 ટન એટલે કે 1,16,000 કિલો સોનું હતું, જે હવે વધીને 150 ટન એટલે કે 1,50,000 કિલો થયું છે. આ સોનું સિંગાપુર (127.4 ટન), સ્વિડન (125.7 ટન), ઑસ્ટ્રેલિયા (79.9 ટન), કુવૈત (79 ટન), ડેનમાર્ક (66.5 ટન) અને ફિનલેન્ડ (49.1 ટન) પાસેના રિઝર્વ સોના કરતા ઘણું વધારે છે.

બીજી બાજુ મણપ્પુરમ ફાઇનાન્સ પાસે 65.9 ટન અને મુથૂટ ફિનકૉર્પ પાસે 46.88 ટન સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર સોનું રિઝર્વ રાખવાના મામલે ભારત દુનિયામાં 11મા નંબરે છે, અમેરિકા 8134 ટન સોના સાથે દુનિયામાં પ્રથમ નંબરે છે.

અહીં વાંચો - ધોરાજી મુથુટમાં 90 લાખની લૂટનો ભેદ ઉકેલાયો, 5 ની ધરપકડ

English summary
3 Kerala companies have more gold than six countries.
Please Wait while comments are loading...