ધોરાજી મુથુટમાં 90 લાખની લૂટનો ભેદ ઉકેલાયો, તમામ 6 આરોપીની ધરપકડ
ધોરાજીની મુથુટ ફાઇનાંસમાં ગઇ કાલે થયેલી 90 લાખની લૂટનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ પોલિસે 5 આરોપીઓની ધરપકડ કરી છે...
ધોરાજીની મુથુટ ફાઇનાંસમાં ગઇ કાલે થયેલી 90 લાખની લૂટનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ ગ્રામ્ય પોલિસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી છરી અને બીજા હથિયારો પણ કબ્જે લીધા છે. આમાંથી 4 આરોપી રાપરના અને એક ધોરાજીનો છે. તમામ આરોપીઓએ મોજશોખ અને શોર્ટકટથી પૈસા કમાવવા માટે આ લૂટ કરી હતી.

હાલમાં આરોપીઓની પૂછપરછ કરી 90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલી મુથુટ ફીનકોર્પ નામાની કંપનીમાંથી આ તમામ આરોપીઓને રિવોલ્વર અને છરીની અણીએ 90 લાખની કિંમતના 4 કિલો અને 800 ગ્રામ દાગીના લૂટી લીધા હતા. મુથુટમાં ગીરવે મૂકેલા ઘરેણાના 421 પેકેટ લૂટી લીધા હતા. પોલિસે ધોરાજીથી હાઇવે તરફ ગયા હોવાનું સીસીટીવીમાં જોયા બાદ નાકાબંધી કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલી મુથુટ ફીનકોર્પમાં ત્રણ લૂટારુઓ બંદૂક અને છરી સાથે ઘૂસી ગયા હતા. ત્રણે લૂંટારુઓ મુથુટ ફીનકોર્પમાં ઘૂસી અંદરના સ્ટાફને બંદૂક બતાવી ધમકાવે છે. એક મહિલાને રોકીને તેને બેસાડી દે છે.

એક લૂંટારુ ટેબલ પર ચડી અંદરથી 90 લાખનું સોનુ લૂંટી થેલામં ભરી ફરાર થઇ જાય છે. ઘટનાની જાણ થતા લોન લેનારા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.












Click it and Unblock the Notifications
