Weather Update: દિલ્હી-યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ
દેશભરમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કર્યા બાદ અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ (IMD)એ આજે (14 જુલાઈ) દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. IMDનું કહેવું છે કે આગામી એક સપ્તાહ સુધી દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સૌથી વધુ વરસાદની શક્યતા
IMDના વૈજ્ઞાનિક અખિલે ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે આ અઠવાડિયામાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત વરસાદનું મુખ્ય કેન્દ્ર રહેશે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મેઘાલય અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

તે ઉપરાંત ઓડિશા, ઝારખંડ, બિહાર અને ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ
IMD મુજબ 15 જુલાઈથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. અઠવાડિયાના અંત સુધી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારતમાં ગરમી અને ભારે વરસાદ બંનેની અસર
દક્ષિણ ભારતના તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં આગામી 3થી 4 દિવસ સુધી ગરમી અને ભેજવાળું હવામાન રહેશે. આ દરમિયાન તટીય આંધ્ર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી લૂ જેવી સ્થિતિ પણ રહી શકે છે.
આજે 18 રાજ્યોમાં ગાજવીજ અને ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, ગોવા, તેલંગાણા, ઝારખંડ સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી જાહેર કરી છે.
દિલ્હીમાં યેલો એલર્ટ
દિલ્હી-એનસીઆરમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરેથી બહાર નીકળતા પહેલાં હવામાનની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના 22 જિલ્લામાં વરસાદની આગાહી
લખનૌ, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, પ્રતિાપગઢ, પ્રયાગરાજ, અયોધ્યા, વારાણસી, ગાઝીપુર, જૌનપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બરેલી, ઝાંસી, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, બહરાઈચ, બલિયા, બલરામપુર અને બાંદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
દરભંગા, કોસી, પૂર્ણિયા, ભાગલપુર, મુંગેર, અરરિયા, કટિહાર, પટણા, તિરહુત, સારણ અને કિશનગંજ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ
મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાશિક, ધુલે, નંદુરબાર, જલગાંવ, અહમદનગર, પુણે, સતારા, સાંગલી, કોલ્હાપુર અને સોલાપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાનમાં યેલો એલર્ટ
જયપુર, અજમેર, બીકાનેર, શ્રીગંગાનગર, હનુમાનગઢ અને અનુપગઢ સહિતના જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જોધપુર, જેસલમેર, બાડમેર, બાલોતરા અને ફલોડીમાં પણ વરસાદની સંભાવના છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની આગાહી
દહેરાદૂન, હરિદ્વાર, ઉત્તરકાશી, ચમોલી, પૌડી ગઢવાલ, ટેહરી ગઢવાલ, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશના મંડી, શિમલા, સિરમૌર, સોલન, ઊના અને મનાલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા
ચેન્નઈ, કોયમ્બતૂર, કાંચીપુરમ, મદુરાઈ તેમજ કર્ણાટકના બાગલકોટ, બલ્લારી, બેલગાવી અને બેંગલુરુમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
