પહલગામ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે નોન-બેલેબલ વોરંટ

પહલગામ આતંકી હુમલાની તપાસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી કરતાં જમ્મુની એક અદાલતે પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના સરગના અને 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે નોન-બેલેબલ વોરંટ (NBW) જારી કર્યો છે.

મળતી માહિતી અનુસાર, સુનાવણી દરમિયાન તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને અદાલતે હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.

Hafiz

હાફિઝ સઈદ લાંબા સમયથી ભારત સામે થયેલા અનેક મોટા આતંકી હુમલાઓમાં વૉન્ટેડ આતંકવાદી તરીકે ઓળખાય છે. વર્ષ 2008ના 26/11 મુંબઈ આતંકી હુમલાનો તે મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે. આ હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

ભારત હાફિઝ સઈદને અન્ય અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ વૉન્ટેડ ગણાવે છે. હવે પહલગામ આતંકી હુમલાની તપાસ દરમિયાન અદાલત દ્વારા જારી કરાયેલા આ નોન-બેલેબલ વોરંટને તપાસમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X