For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર કાર્ડ હોવાના આ 5 ફાયદા છે!

|
Google Oneindia Gujarati News

જો આપની પાસે આધાર કાર્ડ હોય તો સૌથી સારી બાબત કહેવાય. જો આપ હજી આધાર કાર્ડ માટે અરજી કરવી કે નહીં તે અંગે વિચારી રહ્યા હોવ તો અમે આપને જણાવી દઇએ કે આપ વિચાર્યા વગર અરજી કરી દો. કારણ કે આધાર કાર્ડ હોવાના અનેક ફાયદા છે.

આધાર કાર્ડ હોવાથી શું ફાયદા થાય છે તે જાણવા આગળ ક્લિક કરો...

1. અનન્ય ઓળખ

1. અનન્ય ઓળખ


આધાર કાર્ડ યુનિક નંબર ધરાવે છે. આ કારણે આપણી બાયોમેટ્રી સાથે છેડછાડ કરીને તેના આધારે નકલી આધારકાર્ડ તૈયાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

2. સુવિધાનો ભંડાર

2. સુવિધાનો ભંડાર


આધારકાર્ડ યુનિવર્સલ નંબર ધરાવે છે. તેના આધારે એજન્સીઓ અને સર્વિસીસ સેન્ટ્રલ યુનિક આઇડેન્ટિફિકેશન ડેટાબેઝને આધારે દેશમાં ગમે ત્યાં લાભાર્થીની ઓળખની સત્યતા ચકાસીને તેને લાભ આપી શકે છે.

3. ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર

3. ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર


યુઆઇડી ઘરાવતા બેંક એકાઉનટ નેટવર્કમાં આધાર કાર્ડની મદદથી વ્યક્તિને સરકારી લાભો કે રાહત સીધેસીધી પોતાના એકાઉન્ટમાં મળી જાય છે. તેના કારણે સમયની સાથે રૂપિયા પણ બચે છે.

4. આધાર આધારિત સત્યતા ચકાસણી

4. આધાર આધારિત સત્યતા ચકાસણી


આધારકાર્ડ આધારિત સત્યતાની ચકાસણી કરવાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શીતા આવે છે. જેના કારણે કાર્યની ગુણવત્તા સુધરે છે. કાર્યમાં ઝડપ વધે છે.

5. સેલ્ફ સર્વિસ આધારિત નિયંત્રણ

5. સેલ્ફ સર્વિસ આધારિત નિયંત્રણ


આધારકાર્ડ હોવાને કારણે લાભાર્થીને તેને મળનારા લાભો અંગે સતત માહિતી મળ્યા કરે છે. આ અંગેની માહિતી તેમને કિઓસ્ક, મોબાઇલ ફોન કે અન્ય રીતે મળે છે. જેના કારણે લાભાર્થી મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકે છે.

English summary
5 Benefits of Having a Aadhaar Card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X