ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ ફ્રીમાં ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ફેરવવાના 5 કારણો
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ વીમા ગ્રાહકોના ફાયદામાં અનેક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. તેમાંથી એક નિર્ણય છે કે વીમા ધારકોને તેમના વીમા સર્ટિફિકેટ્સ ઇલેક્ટ્રોનિક ફોર્મ અથવા તો ડીમેટ ફોર્મ તરીકે રાખવાની સુવિધા આપવી. ઇરડાએ વિશ્વમાં સોપ્રથમવાર ઇન્શ્યોરન્સ રેપોસિટરી સિસ્ટમ રજૂ કરી છે. આ પ્રકારની તે પ્રથમ પદ્ધતિ છે. જેમાં ઇલેક્ટ્રોનિક ઇન્શ્યોરન્સ એકાઇન્ટ (e IA) બને છે. અહીં અમે આપના ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટને ડીમેટ કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખવાના 6 ફાયદા જણાવી રહ્યા છીએ...

તમામ વીમા પોલિસી એક જ એકાઉન્ટમાં
તેના કારણે તમારી બધી જ વીમા પોલિસીની વિગતો એક જ સાથે જોવા મળી શકે છે. માઉસની એક જ ક્લિક પર આપ ગ્રુપ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ, લાઇફ ઇન્શ્યોરન્સ, હોમ ઇન્શ્યોરન્સ અને અન્ય તમામ પ્રકારના વીમાની વિગતો મેળવી શકો છો.

ચોરી, ગુમ થવા સામે રક્ષણ
આમ કરવાથી આપના તમામ સર્ટિફિકેટ સુરક્ષિત થઇ જાય છે. તેમના ચોરી થવાનો, ગુમ થવાનો, આડે હાથે મુકાવાનો ભય રહેતો નથી. જો તમે આ બીકને કારણે તેને બેંક લોકરમાં મૂકો તો લોકર ચાર્જ ચૂકવવો પડે છે. ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તે ખર્ચો થતો નથી.

સરળ માહિતી આદાન-પ્રદાન
ઇલેક્ટ્રોનિક ફોર્મ હોવાને કારણે આપની વિવિધ જરૂરિયાતો માટે જુદી જુદી કંપનીઓ સાથે અલગ અલગ સંપર્ક કરવાની જરૂર રહેતી નથી.

તમામ પ્રક્રિયા માઉસના ઇશારે
આપ ઇન્ટરનેટ પર ઘેર બેઠા જ તમામ પ્રક્રિયાઓ હાથ ધરી શકો છો. જેમાં પ્રિમિયમ, પેમેન્ટ તારીખ, ડિવિડન્ડ, મનીબેક તારીખો, પોલિસી એક્સપાઇરી ડેટ વગેરે જાણી શકાય છે.

નિ:શુલ્ક સેવા
આ સેવા તદ્દન નિ:શુલ્ક છે.