વર્કિંગ કપલ માટે ટેક્સ બચાવવાની 5 સુપર ટિપ્સ
ભારતમાં એવા અનેક યુગલો છે જેમાં બંને કામ કરે છે અને સાથે બચત પણ કરે છે. વર્કિંગ કપલ માટે મહત્તમ કર બચત કેવી રીતે થાય અને હાથમાં આવતી રકમ કેવી રીતે વધે તે માટેની કેટલીક કમાલની ટિપ્સ અમે અહીં આપી રહ્યા છીએ...

1. ઓછી આવક ધરાવતા પાત્રએ ફિક્સ ઇન્કમ પ્લાન પસંદ કરવો
જ્યારે પણ વર્કિંગ કપલ બચત કરવા માટે રોકાણ કરે ત્યારે એક બાબત યાદ રાખવી કે ફિક્સ વ્યાજ જેમાં મળતું હોય તેવા સાધનોમાંથી થતી આવક કરપાત્ર છે. આથી કપલે રોકાણ કરવામાં થોડી સાવધાની રાખવી જોઇએ અને ઓછી આવક ધરાવતા સ્પાઉસે (જોડીદારે) ફિક્સ વ્યાજદર ધરાવતા સાધનોમાં રોકાણ કરવું જોઇએ.

2. કર બચતનું ઉદાહરણ
ઉદાહરણ તરીકે વર્કિંગ કપલમાં એક પાત્રની પગારની આવક વાર્ષિક રૂપિયા 6 લાખ છે. આ ઉપરાંત તેમને વ્યાજની આવક રૂપિયા 25,000 છે. આમ પ્રથમ પાત્રની કુલ કરપાત્ર આવક રૂપિયા 6,25,000 છે. તેમાંથી રૂપિયા 5,00,000 10 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવે છે. જ્યારે બાકીના 1,25,000 20 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવે છે.
બીજા પાત્રની વાર્ષિક કરપાત્ર આવક રૂપિયા 4,50,000 છે. આ કારણે તે માત્ર 10 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવે છે. હવે જો આપ આપની ફિક્સ ડિપોઝિટ બીજા પાત્રના નામે કરો તો તેની કરપાત્ર આવક 4,75,000 થશે જે 10 ટકાના બ્રેકેટમાં જ આવશે. આમ પ્રથમ પાત્રને 20 ટકા કર પાત્ર રકમ ઘટી જશે.

3 ભાડાની આવક ઓછી આવકવાળાના નામે બતાવવી
જો આપનું મકાન આપે ભાડે આપ્યું હોય અને તેમાંથી ભાડાની આવક મળતી હોય તે તો કરપાત્ર છે. આ રકમ ઓછી આવકવાળા પાત્રની આવક તરીકે દર્શાવવામાં આવે તો આપે ઓછો કર ચૂકવવો પડે છે.

4. જોઇન્ટ હોમ લોન લો
મહત્તમ કર લાભ માટે જોઇન્ટ હોમ લોન લેવી જોઇએ.તેમાં ધ્યાન રાખવું જોઇએ કે બંને પાત્રોને કરલાભ મળતો હોવો જોઇએ. વર્તમાન સમયમાં હોમ લોનમાં મહત્તમ રૂપિયા 1.5 લાખની કર છૂટ મળે છે. જ્યારે 1 લાખ સુધીની મૂળ રકમ કલમ 80C હેઠળ બાદ મળે છે. આ કારણે આપે રૂપિયા 2.5 લાખ વ્યક્તિગતને બદલે રૂપિયા 5 લાખનો કરલાભ લેવો જોઇએ.

5 HRAનો લાભ મેળવો
જો વર્કિંગ કપલ ભાડે રહેતા હોય તો તેઓ એચઆરએના ભાગ કરી શકે છે.આ કારણે બંને કપલ ઇન્કમ ટેક્સની કલમ 80 સી હેઠળ એચઆરએ લાભનો દાવો કરી શકે છે.

6. LTAનો સ્માર્ટ યુઝ
એલટીએમાં ટ્રાવેલ કોસ્ટ ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. આ લાભ 4 કેલેન્ડર વર્ષમાં બે મુસાફરી માટે મળે છે. આ કારણે કપલ એક પછી એક વર્ષે એલટીએ ક્લેમ કરીને લાભ મેળવી શકે છે. જો કે આ તમામ બાબતોમાં ટેક્સ સત્તાવાળાઓ સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરવી જોઇએ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
