ફોરેન બ્રોકરેજીસની નજરમાં બેસ્ટ 5 સ્ટોક્સ
છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ તેની લાઇફટાઇમ હાઇ સપાટીએ છે. આ કારણે વ્યક્તિએ રોકાણ કરતા પહેલા કયા સ્ટોક્સમાં રોકાણ કરવું તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમે એવા કેટલાક સ્ટોક્સની વાત કરીશું જેના પર વિદેશના બ્રોકરેજ હાઉસની ખાસ નજર રહેલી છે.

પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ તેની અત્યંત લોકપ્રિય ફેવિકોલ બ્રાન્ડ માટે જાણીતી છે. વિદેશની બ્રોકરેજ ફર્મ સિટિને પીડિલાઇટમાં ખાસ રસ છે. આ સ્ટોક માટે તેણે રૂપિયા 610નો ટાર્ગેટ રાખ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂપિયા 485ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.

એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ
બેટરી બિઝનેસમાં એક્સાઇડ ટોચના ખેલાડી છે એમ કહી શકાય. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેટરી તૈયાર કરે છે. સ્ટોક માર્કેટમાં તે રૂપિયા 181ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા તેનો ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 185 રાખવામાં આવ્યો છે.

ઇન્ડુસઇન્ડ બેંક
ઇન્ડુસઇન્ડ બેંક અગ્રણી ખાનગી બેંક છે. ડચીસ બેંક દ્વારા તેને રૂપિયા 835ના ટાર્ગેટ રેટ માટે સેક કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં સ્ટોક રૂપિયા 785ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે

પેજ ઇન્ડસ્ટ્રીઝ
બારક્લેસ દ્વારા પેજ ઇન્ડસ્ટ્રીઝને બાય કોલ આપવામાં આવ્યો છે. આ સ્ટોક વર્તમાન સમયમાં રૂપિયા 10,149ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 10954 રાખવામાં આવી છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ પાસે જોકી ઇન્ટરનેશનલ ઇન્કોર્પોરેશન (યુએસએ)નું એક્સક્લુઝિવ લાયસન્સ છે. તે ભારતમાં જોકીનું મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સંભાળે છે.

મારૂતિ
ક્રેડિટ સુઇશ મારૂતિ પર બુલિશ છે. તેણે આ શેર માટે રૂપિયા 4000નો ટાર્ગેટ સેટ કર્યો છે. સ્ટોકની વર્તમાન કિંમત રૂપિયા 3393 છે. ભારતમાં મારૂતિ સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેક્ચરર છે.












Click it and Unblock the Notifications
