આ 6 કંપનીઓ આપની બચતની FD પર આપશે સૌથી વધુ વ્યાજ
કેન્દ્રીય બજેટ 2014માં કેટલાક ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટે કરવામાં આવેલા ફેરફારને પગલે તેનું આકર્ષણ ઘટ્યું છે. બીજી તરફ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી (FD)નું આકર્ષણ વધ્યું છે. આ કારણે અમે રોકાણકારો માટે નાણાની સલામતી અને વધુ વ્યાજ બંને રીતે ફાયદાકારક રહે તેવી છ કંપનીઓની માહિતી રજૂ કરી રહ્યા છીએ...

ગૃહ ફાઇનાન્સ
ગૃહ ફાઇનાન્સ 36થી 59 મહિનાની ફિક્સ ડિપોઝિટ પર 9.5 ટકા વ્યાજ આપે છે. તેમાં ક્યુમુલેટિવ અને એન્યુઅલ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

કેરાલા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન
આ કંપની કેરળ સરકાર હેઠળ આવતી કંપની છે. જેના કારણે તેમાં રોકાણકારોની સલામતી ઉચ્ચ સ્થાને રહેલી છે. અહીં રૂપિયા 10 લાખ સુધીની અને 1, 2 અને 3 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ પર 10.25 ટકા જેટલું ઊંચુ વ્યાજ આપે છે. જ્યારે રૂપિયા 25 લાખથી વધુની ફિક્સ ડિપોઝિટ પર 10.5 ટકા વ્યાજ આપે છે.

LIC હાઉસિંગ ફાઇનાન્સ
આ કંપનીમાં 5 વર્ષના ગાળા માટે મૂકવામાં આવેલી ફિક્સ ડિપોઝિટ પર 9.6 ટકા વ્યાજ આપવામાં આવે છે. જો કે આ વ્યાજ છ મહિનાની ગણતરી મુજબ ગણવામાં આવે છે એટલે અન્ય બેંકોની સરખામણીમાં ઓછો ફાયદો થાય છે.

મહિન્દ્રા ફાઇનાન્સ
મહિન્દ્રા ફાઇનાન્સ 36 મહિનાની ફિક્સ ડિપોઝિટ માટે 10.25 ટકા વ્યાજ આપે છે. જ્યારે 24 મહિનાની ફિક્સ ડિપોઝિટ માટે 10 ટકા વ્યાજ મળે છે.

શ્રીરામ ઉન્નતિ
શ્રીરામ ઉન્નતિ ફિક્સ ડિપોઝિટ એ શ્રીરામ ટ્રાન્સપોર્ટની કંપની છે. તેમાં 24 મહિનાની FD માટે 10.23 ટકા અને 36 મહિના માટે 11.94 ટકા વ્યાજ આપે છે.












Click it and Unblock the Notifications
