ભારતમાં ઇન્કમ ટેક્સ ફ્રી 6 ટેક્સ ફ્રી બોન્ડ્સ
ભારતમાં થોડા વર્ષો પહેલા રજૂ કરવામાં આવેલા ટેક્સ ફ્રી બોન્ડ્સ પીપીએફ (PPF) અને કેટલીક ટેક્સ સેવિંગ ઇન્શ્યોરન્સ સ્કીમને બાદ એકમાત્ર એવું સાધન છે જે ભારતમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપે છે.
આ બોન્ડ્સને સ્ટોક એક્સચેન્જીસમાંથી ખરીદી શકાય છે. આ બોન્ડના વ્યાજની આવક કરમુક્ત હોય છે. આ તમામ બોન્ડ્સ સરકારના સહયોગવાળી સંસ્થાઓ રજૂ કરતી હોવાથી તે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. ટેક્સ ફ્રી બોન્ડનો પબ્લિક ઇશ્યુ બહાર પડે ત્યાર પછી કેવી રીતે અને ક્યાંથી તેને ખરીદી શકાય છે તે આવો જાણીએ...

હુડકો N2 સીરિઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ
હુડકો (HUDCO) N2 સીરિઝને ટેક્સ ફ્રી બોન્ડ પર વાર્ષિક 8.2 ટકાનું વ્યાજ મળે છે.ઐ બોન્ડ 2027માં એક્સપાયર થાય છે. તેમાં દર વર્ષે 5 માર્ચે વ્યાજ મળે છે. તેમાં વળતર કેટલું મળે છે તેનો આધાર તમે કેટલા ભાવે બોન્ડની ખરીદી કરો છો તેના પર છે. તે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. તેની અંદાજિત કિંમત રૂપિયા 1,093 છે.

હુડકો N3 સીરિઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ
હુડકો N3 સીરિઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ પર વાર્ષિક 8.1 ટકાનું વ્યાજ મળે છે. તે માર્ચ, 2022માં પાકે છે. આ બોન્ડ સરકારી હોવાથી સુરક્ષિત છે. તેની માર્કેટ પ્રાઇસ 1075 છે.

REC N5 સીરિઝ બોન્ડ
રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એટલે કે REC N5 સીરિઝ બોન્ડ પર વાર્ષિક 8.1 ટકાનું વ્યાજ મળે છે. તેની વર્તમાન કિંમત રૂપિયા 1001 છે. 20થી 30 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવતા લોકો માટે આ સારો વિકલ્પ છે.

NHAI N1 સીરિઝ બોન્ડ
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ - NHAI) N1 સીરિઝના બોન્ડ 8.2 ટકાનું વ્યાજ આપે છે. તેનું વ્યાજ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ચૂકવવામાં આવે છે. આ AAA રેટિંગ ધરાવતા બોન્ડ છે. તેનો માર્કેટ ભાવ રૂપિયા 1,127 છે.

REC N6 સીરિઝ બોન્ડ
REC N6 સીરિઝ બોન્ડ સપ્ટેમ્બર, 2023માં રજૂ કરાયા હતા. તેના પર વાર્ષિક 8.46 ટકા વ્યાજ મળે છે. બોન્ડ 2028માં એક્સપાયર થાય છે. આ વર્ષે 1 ડિસેમ્બર, 2014ના રોજ તેનું વ્યાજ મળશે.












Click it and Unblock the Notifications
