For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણ કરવા માટે શ્રેષ્ઠ છે આ 6 જીવન વીમા યોજનાઓ

|
Google Oneindia Gujarati News

જીવન વીમો એક એવી રક્ષણ યોજના છે, જ્યાં પોલિસીધારકના આકસ્મિક મોત સમયે પોલિસીધારકના કુટુંબને તે રક્ષણ આપે છે. આથી જ્યારે કાયમ માટે તમે તમારા પરિવાર સાથે રહેવાના ના હોવ ત્યારે આ આર્થિક યોજના તમારા પરિવારની મદદે આવે છે. જીવન વીમાના અનેક પ્રકાર છે જેમાં તમે રોકાણ કરી શકો છો. જો કે તમારી જરૂરિયાતને આધારે કયો પ્લાન શ્રેષ્ઠ છે તે ચકાસવું જોઇએ અને તેના આધારે રોકાણનો નિર્ણય લેવો જોઇએ. આવો જોઇએ જીવન વીમા પોલિસીના વિવિધ પ્લાન્સ...

આજીવન વીમા યોજના

આજીવન વીમા યોજના

આ પોલિસીના નામમાં જ સૂચિત થઇ જાય છે કે આ પોલિસી તમે જીવિત રહો ત્યાં સુધીની છે. પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં પાકતી રકમ નોમીનીને મળે છે. મેચ્યોરિટિ બેનિફિટને બાદ કરતા આજીવન પ્લાન એક સમાન રહે છે.

ટર્મ પ્લાન

ટર્મ પ્લાન

આ વીમા પોલિસીમાં નિર્ધારિત કરેલા વર્ષો સુધી નિર્ધારિત કરેલા પ્રિમિયમ ભરવાના હોય છે. તેમાં રોકાણનું બીજું કોઇ તત્વ નથી. જો પોલિસીધારક મૃત્યુ પામે તો પાકતી રકમ તેના પરિવારને મળે છે.

મની બેક પ્લાન

મની બેક પ્લાન

મની બેક પ્લાનમાં જમા થયેલી રકમ એક સામટી મળી જવાને બદલે નક્કી કર્યા મુજબ સમયાંતરે મળે છે. પોલિસી ધારકના મૃત્યુ બાદ નોમીનીને બાકીની રકમ મળે છે. તેમાં સર્વાઇવલ લાભ મળતો નથી કારણ કે તે પાલિસી હોલ્ડરને અગાઉ ચૂકવી દેવાયો હોય છે.

એન્ડોવમેન્ટ પ્લાન

એન્ડોવમેન્ટ પ્લાન

એન્ડોવમેન્ટ પ્લાનમાં નિર્ધારિત કરેલા સમયે નિર્ધારિત રકમ મળે છે. અહીં પોલિસીધારકનું મૃત્યુ થતાં વીમા કંપનીએ નક્કી કરેલી રકમ ચૂકવવી પડે છે.

રિટાયર્નમેન્ટ પ્લાન

રિટાયર્નમેન્ટ પ્લાન

રિટાયર્નમેન્ટ પ્લાન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હોય છે કે જેમાં નિવૃત્તિ બાદ પાલિસી ધારકને નિશ્ચિત રકમ દર મહિને મળ્યા કરે છે. જે તેને જીવન નિર્વાહમાં મદદ કરે છે.

યુલિપ્સ

યુલિપ્સ

યુલિપ્સ એટલે યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન. આ પ્લાન કેપિટલ માર્કેટના જોખમો સાથે જોડાયેલો છે. જો તમને જોખમ પસંદ હોય તો તમે આ પ્લાન લઇ શકો છો. તેમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે.

English summary
6 types Life Insurance Plans; which one is best to invest?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X