For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રામ્ય ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના 71 લાખ ખાતા ખૂલ્યા, રૂપિયા 5,000 કરોડ જમા

|
Google Oneindia Gujarati News

સિડની, 17 નવેમ્બર : પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી 71 લાખથી વધારે ખાતા ખુલી ચૂક્યા છે. આ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 5,000 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલફોન અરેનાને સંબોધતા સમયે કહી હતી.

યુરોપીયન દેશમાં અંદાજે 16000 ડાયસ્પોરાને સંબોધતા જણાવ્યું કે આ યોજના એ જ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી કર્મચારીઓ અને એ જ ટેવમાં અમલમાં મૂકવામાં આવી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લી સરકાર હતી. આમ છતાં વર્તમાન સરકારે કામ કરી બતાવ્યું છે.

modi-sydney

નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેમણે પ્રધાનમંત્રી જનધન યોજના અમલમાં મૂકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું. આરબીઆઇના અધિકારીઓએ ગામડાંમાં બેંક ખાતા ખોલવા માટે ત્રણ વર્ષનો સમય જશે એવી વાત કરી હતી.

તેમણે કહ્યું કે જ્યારે મેં નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો ત્યારે તેણે બે વર્ષનો સમય લાગશે તેમ જણાવ્યું. જ્યારે વડાપ્રધાન કાર્યાલયે આ માટે એક વર્ષનો સમય જશે એમ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મેં બધાની વાત સાંભળી હતી. અને 15 ઓગસ્ટે યોજનાની જાહેરાત પણ કરી દીધી હતી. હું ઇચ્છતો હતો કે આ કામ 150 દિવસ એટલે કે 5 મહિનામાં પૂર્ણ થાય. મેં કહ્યું કે 26 જાન્યુઆરી અંતિમ દિવસ છે. આ કહેતા જ તમામ બેંકોના કર્મચારીઓ કામે લાગી ગયા હતા.

English summary
71 mn Pradhan Mantri Jan Dhan Yojana Rural Accounts opened, Rs.5,000 cr deposited: PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X