7 મું પગાર પંચ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 23 લાખ લોકોને થશે લાભ
મોદી સરકારે હવે એક એવો નિર્ણય લીધો છે જેનાથી આશરે 23 લાખ નિવૃત્ત શિક્ષકો અને યુનિવર્સિટીના બિન-શિક્ષણ કર્મચારીઓને ફાયદો થશે.
મોદી સરકારે હવે એક એવો નિર્ણય લીધો છે જેનાથી આશરે 23 લાખ નિવૃત્ત શિક્ષકો અને યુનિવર્સિટીના બિન-શિક્ષણ કર્મચારીઓને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે નિવૃત્ત ફેકલ્ટી અને બિન-શિક્ષણ કર્મચારીઓના પેન્શનને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો છે કે જેમણે યુનિવર્સિટી અને તેમની કોલેજોમાં કામ કર્યું છે. આ ફેરફાર સરકાર દ્વારા 7 માં પગાર પંચની ભલામણ પર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણ સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીઝના લગભગ 25 હજાર પેન્શનરોને 6 હજારથી વધારીને 18 હજાર રૂપિયાનો ફાયદો થશે.

એચઆરડી મંત્રીએ આપી છે માહિતી
તેની સાથે જ સરકારના આ નિર્ણયનો લાભ 8 લાખ શિક્ષકો, 15લાખ બિન-શિક્ષણ કર્મચારીઓને પણ મળશે, જે સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી અને તેની સાથે જોડાયેલી કોલેજોમાંથી નિવૃત્ત થયા છે. આ સંદર્ભમાં યુનિયન એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવેડકરએ ટ્વિટ કરી આ માહિતી આપી હતી. જાવેડકરએ તેના ટ્વિટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટીના નિવૃત્ત શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓના પેન્શન 7 માં પગાર પંચ અનુસાર પુનર્જીવિત કર્યું છે.

પેન્શનરોને પણ મળશે લાભ
પ્રકાશ જાવરે એ પણ લખ્યું હતું કે સરકારના આ નિર્ણયથી 25 હજાર વર્તમાન પેન્શનરોને ફાયદો થશે. સરકારના આ પગલાંને કારણે 8 લાખ શિક્ષણ અને 15 લાખ બિન-શિક્ષણ કર્મચારીઓને લાભ થશે. આના સિવાય ઘણા રાજ્યોની સરકારએ પોતાના કર્મચારીઓનો પગાર પે કમિશન ની ભલામણ અનુસાર વધારવા માટે વચન આપ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં હજુ કર્મચારીઓ 7 માં પગાર પંચ અનુસાર પગાર આપવાની માંગ લઇને અલગ અલગ વિભાગોના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મિઝોરમ સરકારે પણ કરી હતી ભલામણ
તમને જણાવીએ કે અગાઉ, મીઝોરમ સરકારે 7 માં પગાર પંચની ભલામણ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું નક્કી કર્યું હતું. સરકારના આ નિર્ણય પછી મિઝોરમ સરકારી કર્મચારીઓને પહેલી જાન્યુઆરી 2016 ના રોજ 7 માં પગાર પંચના આધારે ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. મિઝોરમમાં સરકારના આ નિર્ણયથી 42 હજાર કાયમી કર્મચારીઓ અને 34 હજાર અન્ય કર્મચારીઓને લાભ થશે.












Click it and Unblock the Notifications
