For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission: કેમ થઈ રહ્યું છે પગાર વધારામાં મોડું?

7th Pay Commission: કેમ થઈ રહ્યું છે પગાર વધારામાં મોડું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 7માં પગારપંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને પગાર વધારાની ગિફ્ટ મળવામાં મોડું થઈ રહ્યું છે. બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં હજુ સુધી વેતનની ભલામણનો લાભ નથી મળ્યો. કેન્દ્રીય કર્મચારીઓનો આ ઈંતેજાર લાંબો થતો જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેબ્રુઆરીમાં સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકાર મોટો ફાયદો આપી શકે છે. ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે કર્મચારીઓ યૂનિયંસની બેઠક બાદ વેતન વધારવાને લઈ ઘોષણા કરી શકે છે. જણાવી દઈએ કે વેતન વધારામાં થઈ રહેલ વિલંબને પગલે કર્મચારીઓમાં નારાજગી વધતી જઈ રહી છે. આ નારાજગીના કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

7મા પગાર પંચની ભલામણ લાગૂ થવામાં મોડું

7મા પગાર પંચની ભલામણ લાગૂ થવામાં મોડું

7મા પે કમિશનની ભલામણો લાગુ કરવામાં થઈ રહેલ વિલંબને કારણે કર્મચારીઓમાં નારાજગી વધી રહી છે. અપેક્ષા જતાવવામાં આી રહી છે કે ફેબ્રુઆરીમાં સાતમા પગાર પંચ પર કેટલાક સારા સમાચાર આવી શકે છે. જો કે અગાઉ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનામં રાખી સરકાર ફેબ્રુઆરીમાં વેતન આયોગની ભલામણને લઈ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો ફેસલો લઈ શકે છે. આ વિશે એનજેસીએ પ્રમુખ, શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે સરકાર ગંભીર છે અને ન્યૂનતમ વેતનમાં વધારા પર વિચાર કરી રહી છે.

મોડું થવાનું કારણ શું છે

મોડું થવાનું કારણ શું છે

સરકારી સૂત્રો મુજબ સરકાર બેઝિક સેલેરીમાં વધારાની દિશામાં મોટો ફેસલો લઈ શકે છે. કર્મચારીઓની માંગ છે કે ન્યૂનતમ વેતનને 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવામાં આે, પરંતુ આની સાથે જ સમસ્યા એ પણ છે કે આનાથી સરકારી ખજાના પર વધારાનો બોજો પડશે. વચગાળાના બજેટમાં સરકાર પહેલે જ આવક વેરામાં છૂટ અને કૃષિ ક્ષેત્ર માટે પણ મોટી રાહતની ઘોષણા કરી ચૂકી છે. એવામાં કર્મચારીઓના બેસિક સેલેરીમાં વધારાની માંગ પૂરી કરી સરકાર ખજાના પર વધારાનો ભાર વધારી શકે છે. એવામાં અપેક્ષા છે કે સરકારી કર્મચારીઓની માંગ મુજબ તો નહિ, પરંતુ લઘુત્તમ વેતનમાં થોડો વધારો કરવામાં આવી શકે છે.

કેબિનેટ બેઠકમાં ફેસલો

કેબિનેટ બેઠકમાં ફેસલો

વેતન વૃદ્ધિના સંબંધમાં સૂત્રોનું કહેવું છે કે કેબિનેટ બેઠકમાં આના પર નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ તુરંત લાગૂ કરવું મુશ્કેલ હશે. એવામાં સરકાર પાસે વિકલ્પ એ છે કે તેઓ ચૂંટણી વર્ષમાં જ કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની ભલામણને લાગૂ કરી લાખો કર્મચારીઓને ખુશ કરે. માનવામાં આવી હ્યું છે કે સરકાર બેઝિક સેલેરી 18000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા કરી શકે છે. જ્યારે પેંશન યોજનાને લઈને માંગને પણ સરકાર માની શકે છે. સૂત્રો મુજબ સરકાર ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી વેતનને લઈ એલાન કરશે, કેમ કે માર્ચમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થનાર છે.

કુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફરકુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફર

English summary
7th Pay Commission Latest Update: Know Why Salary increment of central Govenment employees delay, who will they get Benefit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X