For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : તો કર્મચારીઓને 18 મહિનાનું એરિયર્સ મળશે, મળી શકે છે અંદાજે 2.18 લાખ

7th Pay Commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બર બાદ નવેમ્બરમાં પણ સારા સમાચાર મળી શકે છે. આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાથી અટકેલું મોંઘવારી ભથ્થા પર ચર્ચા કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બર બાદ નવેમ્બરમાં પણ સારા સમાચાર મળી શકે છે. આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18 મહિનાથી અટકેલું મોંઘવારી ભથ્થા પર ચર્ચા કરવામાં આવશે. આ માટે કેબિનેટ સેક્રેટરી સાથે વાતચીત માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

કર્મચારીઓ અને પેન્સન્સ યુનિયનના પ્રતિનિધિની કેબિનેટ સેક્રેટરી સાથેની મુલાકાત દરમિયાન જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરવા માટે વિનંતિ કરવામાં આવશે. જોકે, આ અંગે હજૂ ઓફિસિયલ નિવેદન આપવામાં આવ્યું નથી કે, સરકાર 18 મહિનાનું મોઁઘવારી ભથ્થું આપશે કે કેમ.

કર્મચારીઓને એરિયર્સની આશા

કર્મચારીઓને એરિયર્સની આશા

આ અંગે હજૂ સ્થિતિ સ્પષ્ટ નથી. કારણ કે, સરકાર 18 મહિનાના ડીએ માટે પહેલાથી જ ના પાડી ચૂકી છે, પરંતુ ફરી એકવાર વાત કરવાનો સમય મળતા કર્મચારીઓમાં અપેક્ષાઓ વધી ગઈ છે. સૂત્રોનો દાવો છે કે, પેન્શનર્સ અને કર્મચારી યુનિયનના દબાણને કારણે કેબિનેટ સચિવે આ મામલે વાતચીત માટે સમય આપ્યો છે.

11 ટકા ડીએ વધારવામાં આવ્યો

11 ટકા ડીએ વધારવામાં આવ્યો

કોરોના રોગચાળા દરમિયાન, જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના કેન્દ્રીય કર્મચારીઓના ત્રણ એરિયર્સ મળ્યા નથી. આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા 11 ટકા ડીએ વધારવામાં આવ્યો હતો, પરંતુ તેની ચૂકવણી અટકી ગઈ હતી.

લોકડાઉન ખુલ્યા બાદ સરકારે ફ્રીઝ ડીએ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જે બાદ જુલાઈ 2021 પછી વધેલા મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવી, પરંતુકર્મચારીઓને જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના 18 મહિનાના સમયગાળા માટે પૈસા મળ્યા નથી.

કોર્ટે સ્વીકાર્યું - આ કર્મચારીઓનો અધિકાર

કોર્ટે સ્વીકાર્યું - આ કર્મચારીઓનો અધિકાર

કેન્દ્રીય કર્મચારીઓનું કહેવું છે કે, આ તેમનો અધિકાર છે, સરકારે પૈસા રોકવા જોઈએ નહીં. કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાની બાકી રકમનીમાંગને લઈને કોર્ટમાં અપીલ પણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે સરકારને તેના પર વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, આ કર્મચારીઓનો અધિકાર છે. તમે તેને સ્થિર કરી શકો છો, પરંતુ તેને રોકી શકતા નથી. પેન્શનરોએ વડાપ્રધાન મોદીને તેમના ડીઆરના બાકી ચૂકવવા અંગે પણ અપીલ કરી હતી.

ડીએ એરિયર્સમાંથી કેટલા પૈસા થશે?

ડીએ એરિયર્સમાંથી કેટલા પૈસા થશે?

જો કેન્દ્રીય કર્મચારીઓને ડીએની બાકી રકમ મળશે, તો તેમના ખાતામાં સારી એવી રકમ આવશે. એક અંદાજ મુજબ, લેવલ-3 પર કર્મચારીઓનું ડીએનું એરિયર્સ રૂપિયા 11,880 થી રૂપિયા 37,554 વચ્ચે હોય શકે છે.

લેવલ-13 અથવા લેવલ-14 માટે કર્મચારીઓનું એરિયર્સ રૂપિયા 1,44,200 થી રૂપિયા 2,18,200ની વચ્ચે હોય શકે છે. જોકે, સરકાર સાથે વાટાઘાટોથી સમાધાન થઈ શકે છે.

English summary
7th Pay Commission : then Employees will get 18 months of arrears, 2.18 lakh in 3 installments
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X