7th Pay Commission : આ રાજ્ય સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, જાણો અપડેટ
7th Pay Commission : દેશમાં વધુ એક રાજ્ય સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની મંગળવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી.
આ વધારો કર્યા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થુ હવે 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોંઘવારી ભથ્થામાં આ વધારો આ વર્ષે 23 જાન્યુઆરીની તારીખથી લાગુ થશે. કર્મચારીઓને તેમના જૂનના પગારમાં મોંઘવારી ભથ્થું મળશે.
રાજ્ય સરકારના લગભગ 7.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને આ જાહેરાતનો લાભ મળશે. આ પહેલા દેશના ઘણા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને ઝારખંડની રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. હવે આ યાદીમાં ઓડિશાનું નામ જોડાયું છે. કર્ણાટક સરકારે તેના કર્મચારીઓ માટે ડીએના દરમાં 4 ટકાનો વધારો કર્યો છે.
રાજ્યમાં ડીએ દર 31 ટકા થી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરી, 2023 થી લાગુ ગણવામાં આવશે. મે મહિનામાં, ઉત્તર પ્રદેશ સરકારે 1 જાન્યુઆરી, 2023 થી તેના કર્મચારીઓ અને પેન્શનરોને અનુક્રમે ડીએ અને ડીઆરમાં 4 ટકા વધારો આપવાનો નિર્ણય કર્યો હતો.
આ વધારા પછી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરના દર 38 ટકા થી વધીને 42 ટકા થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ અને ઝારખંડની રાજ્ય સરકારોએ પણ એપ્રિલમાં ડીએના દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે, દેશના ઘણા રાજ્યોએ 7મા પગાર પંચના ડીએ વધારા હેઠળ તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારવામાં વિલંબ ન કરે તે ખૂબ જ શક્ય છે.
આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો કરી શકે છે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે.
આ વધારા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું હવે 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોંઘવારી ભથ્થામાં આ વધારો આ વર્ષે 23 જાન્યુઆરીની તારીખથી લાગુ થશે.












Click it and Unblock the Notifications
