વિશ્વના 100 શ્રેષ્ઠ સીઇઓમાં 8 ભારતીય
ગ્લોબલ બિઝનેસ એરેનામાં ભારતીય બિઝનેસમેન ચમકી રહ્યાં છે તેનું આ વધું એક ઉદાહરણ છે. ભારતના 8 ઉદ્યોગપતિઓએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ 100 સીઇઓમાં સ્થાન મેળવ્યું છે. આ યાદી હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ(એચબીઆર) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
જે યાદી બહાર પાડવામાં આવી છે, તેમાં પૂર્વ એપલ ચીફ સ્ટિવ જોબ્સ ટોચ પર છે, જ્યારે અમેઝોનના જેફરી બેઝોસ બીજા ક્રમે અને સેમસંગના યુન જોંગ યોંગ ત્રીજા ક્રમાંકે છે. વિશ્વના ટોપ ટેન સીઇઓની વાત કરવામાં આવે તો વાયસી દેવેશ્વર એકમાત્ર એવા ભારતીય સીઇઓ છે કે જેમણે ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તેઓ આ યાદીમાં સાતમાં ક્રમાંકે છે. આ યાદીમાં માત્ર તેમના ફાયનાન્સિયલ પરફોર્મન્સના આધારે નહીં પરંતુ તેમણે જે હાંસલ કર્યું છે, તેના આધારે પણ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના 100 શ્રેષ્ઠ સીઇઓમાં કયા કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વાય સી દેવેશ્વર
ગ્લોબલ રેન્કઃ-07
કંપનીઃ- આઇટીસી
અવધિઃ- 1996થી
ઇન્ડસ્ટ્રીઃ- કોન્ઝ્યૂમર ફૂડ્સ

સુબિર રાહા
ગ્લોબલ રેન્કઃ- 13
કંપનીઃ- ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
અવધિઃ- 2001થી 2006
ઇન્ડસ્ટ્રીઃ- એનર્જી

મુકેશ અંબાણી
ગ્લોબલ રેન્કઃ- 28
કંપનીઃ- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અવધિઃ- 2002થી
ઇન્ડસ્ટ્રીઃ- એનર્જી

એએમ નાઇક
ગ્લોબલ રેન્કઃ- 32
કંપનીઃ- લાર્સન એન્ડ ટર્બો
અવધિઃ- 1999 થી 2012
ઇન્ડસ્ટ્રીઃ- ઇન્ડસ્ટ્રીયલ્સ

એકે પુરી
ગ્લોબલ રેન્કઃ- 38
કંપનીઃ- ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ
અવધિઃ- 2004થી 2008
ઇન્ડસ્ટ્રીઃ- ઇન્ડસ્ટ્રીયલ્સ

સુનિલ ભારતી મિત્તલ
ગ્લોબલ રેન્કઃ- 65
કંપનીઃ- ભારતી એરટેલ લિમિટેડ
અવધિઃ- 1995થી
ઇન્ડસ્ટ્રીઃ- ટેલિકોમ્યુનિકેશન

નવીન જિંદાલ
ગ્લોબર રેન્કઃ- 87
કંપનીઃ- જિંદાલ સ્ટીલ અને પાવર
અવધિઃ- 1998થી
ઇન્ડસ્ટ્રીઃ- મટેરિયલ્સ

વી એસ જૈન
ગ્લોબલ રેન્કઃ- 89
કંપનીઃ- સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
અવધિઃ- 2002 થી 2006
ઇન્ડસ્ટ્રીઃ- મટેરિયલ્સ