For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સ્ટોક માર્કેટ આ 9 બાબતો પર 2015માં ફોકસ કરશે

|
Google Oneindia Gujarati News

નવા વર્ષ 2015માં સ્ટોક માર્કેટ સારું વળતર આપે તેવી ધારણા છે. કારણ કે વર્ષ 2014માં સેન્સેક્સે 30 ટકાનું ઊંચું વળતર આપ્યું છે. જો સેન્સેક્સમાં 10 ટકાનો વધારો થશે તો વર્ષ 2015ના અંત સુધીમાં સેન્સેક્સ 30,000 પોઇન્ટનો આંકડો પાર કરી જશે. માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે કે વર્ષ 2015માં આગળ વધવા માટે માર્કેટ આ 9 બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે...

અમેરિકામાં વ્યાજદરમાં વધારા પર નજર

અમેરિકામાં વ્યાજદરમાં વધારા પર નજર


આ એક બાબત એવી છે જે ભારતીય સ્ટોક માર્કેટને વોલેટાઇલ રાખી શકે છે. જો અમેરિકામાં વ્યાજદર વધારવામાં આવશે તો ફોરેન ફંડ ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલી કરશે, જેના કારણે ભારતીય બજારમાં પ્રેશર ઉભું થશે. અનેક માર્કેટ એનાલિસ્ટ આ વર્ષના મધ્યમાં અમેરિકામાં વ્યાજદર વધશે એવી ધારણા વ્યક્ત કરી રહ્યા છે.

જીએસટી બિલમાં વાત આગળ વધવી

જીએસટી બિલમાં વાત આગળ વધવી


ભારતમાં જીએસટી બિલ અત્યંત મહત્વનું છે. તેના અમલમાં આવ્યા બાદ જીડીપીમાં વૃદ્ધિને વેગ મળશે. આ માટે સંસદમાં 75 ટકા સભ્યોની મંજુરી મળવી જરૂરી છે. જો કે આ બિલને અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ક્રુડ તેલની કિંમતો

ક્રુડ તેલની કિંમતો


માર્કેટમાં તેજી માટે જરૂરી છે કે ક્રુડ તેલની કિંમતોમાં સ્થિરતા આવે. ક્રુડ તેલની કિંમતોમાં કોઇ પણ પ્રકારની વધઘટ માર્કેટ માટે જોખમી સાબિત થઇ શકે છે. જો ક્રુડના ભાવ ઘટે તો માર્કેટમાં વેચવાલી વધે છે. જ્યારે ભાવ વધે તો તે વૈશ્વિક અર્થતંત્ર માટે સારી બાબત નથી.

ભારતમાં વ્યાજદરનો ઘટાડો સારી બાબત

ભારતમાં વ્યાજદરનો ઘટાડો સારી બાબત


ભારતમાં કોઇ પણ પ્રકારનો વ્યાજદર ઘટાડો શેરબજાર માટે આવકાર્ય રહેશે. આરબીઆઇ નવા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી ધારણા છે. જો વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થશે તો માર્કેટ તેજી પકડશે.

ફુગાવાનો ભય

ફુગાવાનો ભય


ફુગાવો ભારતીય અર્થતંત્ર માટે જોખમી છે. તાજેતરમાં વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પર આવી ગયું હતું. જો ફુગાવો ઘટશે તો વ્યાજદરમાં વધારો થઇ શકે છે.

સરકાર પાસે અપેક્ષા

સરકાર પાસે અપેક્ષા


સરકારના સુધારાલક્ષી પગલાંથી માર્કેટમાં તેજી આવી શકે છે. નવા વર્ષમાં પણ ઉદ્યોગગૃહો નરેન્દ્ર મોદી સરકાર પાસેથી મોટી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

કોર્પોરેટ અર્નિંગ વધશે

કોર્પોરેટ અર્નિંગ વધશે


નવા વર્ષમાં કોર્પોરેટ અર્નિંગ વધવું જોઇએ, તો જ શેરમાર્કેટમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.

ગ્લોબલ ઇકોનોમિક ડેટા

ગ્લોબલ ઇકોનોમિક ડેટા


ગ્લોબલ ઇકોનોમિક ડેટાની માર્કેટ પર સીધી અસર થાય છે. આ વર્ષે અમેરિકા અને ચીનની સ્થિતિ મહત્વની બની રહેશે.

આર્થિક સંકટ

આર્થિક સંકટ


યુરોપના ગ્રીસમાં ઉભા થયેલા આર્થિક સંકટને કારણે ભારતીય માર્કેટ પર આસર થઇ છે.

English summary
9 Things Share Markets in India Will Watch Out for in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X