For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI નો ATM અંગે મોટો નિર્ણય, પૈસા ઉપાડવાનું ફ્રી થઇ શકે છે

આ વખતે આરબીઆઇએ પોતાની ક્રેડિટ પોલિસીમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણયો મોટાભાગના લોકોના જીવનને પ્રભાવિત કરે તેવા છે.

|
Google Oneindia Gujarati News

આ વખતે આરબીઆઇએ પોતાની ક્રેડિટ પોલિસીમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણયો મોટાભાગના લોકોના જીવનને પ્રભાવિત કરે તેવા છે. આ નિર્ણયોથી ન માત્ર લોન સસ્તી થવા માટેનો રસ્તો ખુલશે, પરંતુ ઑનલાઇન નાણાં મોકલવાનું પણ મફત થઇ જશે. આ ઉપરાંત, આરબીઆઇએ એટીએમ પર એક મોટો નિર્ણય લીધો છે અને પૈસા ઉપાડવા દરમિયાન લાગતા શુલ્ક પર ફરીથી વિચાર કરવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ જાણ કરી શકે છે કે એટીએમ શુલ્ક ઘટાડવામાં આવ્યો છે કે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે.

આ પણ વાંચો: HDFC: હવે આ 3 પ્રકારના લોકોને સરળતાથી હોમ લોન આપશે

આરબીઆઈના મોટા નિર્ણયો

આરબીઆઈના મોટા નિર્ણયો

- આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ (0.25 ટકા) ઘટાડો કર્યો છે

-રેપો રેટનો દર આ કપાત પછી 6.00 ટકાથી ઘટીને 5.75 ટકા થયો છે

-આરબીઆઈએ રિવર્સ રેપોને એડજસ્ટ કરતા 5.50 ટકા કર્યો છે

- બેન્ક રેટને એડજસ્ટ કરતા 6 ટકા કર્યો

- રિઝર્વ બેંકે રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ટ્રાન્જેક્શન શુલ્ક સમાપ્ત કરી દીધો

-આરબીઆઇએ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લગતા શુલ્કને રીવ્યુ કરવાનું નક્કી કર્યું છે.

ઓનલાઇન પૈસા મોકલવાનું ફ્રી

ઓનલાઇન પૈસા મોકલવાનું ફ્રી

રિઝર્વ બેંકે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) ટ્રાન્ઝેક્શન પરના ચાર્જને સમાપ્ત કર્યો છે. હવે બેંકોએ પણ આ લાભ ગ્રાહકોને આપવો પડશે. ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા આરબીઆઈ આ યોજના પર કામ કરી રહ્યું છે અને આ નિર્ણય એ જ દિશામાં લેવામાં આવેલું પગલું છે.

એટીએમ પર પણ નિર્ણય લીધો?

એટીએમ પર પણ નિર્ણય લીધો?

આરબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે લાગતા ચાર્જને રિવ્યૂ કરવાનું નક્કી કર્યું છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આ દરમિયાન જણાવ્યું હતું કે એટીએમ ચાર્જ અને ફીના રિવ્યૂ માટેની ડિમાન્ડ પ્રાપ્ત થઈ રહી છે, તેથી આ કરવામાં આવ્યું છે. આ બાબતે આરબીઆઈએ ભારતીય બેંકો એસોસિએશન (આઇબીએ) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ તેની પ્રથમ બેઠક પછી આગામી બે મહિનામાં ભલામણો રજૂ કરશે.

English summary
A big decision of RBI, ATM transaction charge removed soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X