For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFC: હવે આ 3 પ્રકારના લોકોને સરળતાથી હોમ લોન આપશે

હાઉસિંગ ફાઇનાન્સ હેડ એચડીએફસી લિમિટેડએ માર્ગેજ ગેરેંટી હોમ લોન માટે ઇન્ડિયા માર્ગેજ ગેરંટી કોર્પોરેશન એટલે કે આઇએમજીસી સાથે જોડાણ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

હાઉસિંગ ફાઇનાન્સ હેડ એચડીએફસી લિમિટેડએ માર્ગેજ ગેરેંટી હોમ લોન માટે ઇન્ડિયા માર્ગેજ ગેરંટી કોર્પોરેશન એટલે કે આઇએમજીસી સાથે જોડાણ કર્યું છે. એચડીએફસીનું કહેવું છે કે આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય હોમ લોન માર્કેટમાં પ્રવેશ કરતી વખતે ગ્રાહકોને નવી સુવિધાઓ પૂરી પાડવાનો છે. એચડીએફસી ત્યારબાદ એવા ગ્રાહકોને હોમ લોન સરળતાથી આપી શકશે જેઓ સેવા નિવૃત્તિ પછી ઈચ્છે છે.

HDFC bank

આ પાર્ટનરશીપથી 3 કેટેગરીના લોકોને લાભ મળશે

આ પાર્ટનરશીપથી 3 કેટેગરીના લોકોને લાભ મળશે. એચડીએફસીના મેનેજિંગ ડિરેક્ટર રેનુ સુદએ જણાવ્યું હતું કે તે મધ્યમ વયના નોકરી કરતા ગ્રાહકો તેમજ પોતાનો વ્યવસાય કરી રહેલા ગ્રાહકોને લાભ આપશે. નોકરિયાત યુવાઓ સાથે સાથે મોટા સ્તર પર એવા ગ્રાહકોને પણ લાભ મળશે જેઓ હજુ સુધી નોકરી નથી કરી રહ્યા.

એચડીએફસીના મેનેજિંગ ડિરેક્ટર રેનુ સુદે કહ્યું કે અમે હાઉસિંગ ફાઇનાન્સના ક્ષેત્રમાં પણ મજબૂત બનવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે આઇએમજીસી સાથેનો કરાર આ દિશામાં એક મોટું પગલું સાબિત થશે. મોર્ગેજ ગેરંટી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહેલેથી જ પ્રચલિત છે અને આ પાર્ટનરશીપ તેમના ગ્રાહકોને મોટા સ્તર પર વિવિધતા પ્રદાન કરશે. તેમણે કહ્યું હતું કે આ પાર્ટનરશીપ ભારત સરકાર મહત્વકાંક્ષીય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બધા લોકોને 2022 સુધી ઘર પૂરું પાડવા પાડવાની દિશામાં પણ સહાયક સિદ્ધ થશે.

આ પણ વાંચો: SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા

તો આઇએમજીસીના સીઈઓ મહેશ મિશ્રાનું કહેવું છે કે એચડીએફસી લિમિટેડ હાઉસિંગ ફાઇનાન્સ (એચડીએફસી) ના ક્ષેત્રમાં અગ્રણી કંપની છે. આપણે બધા આ વાતના સાક્ષી છીએ કે હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં અમારા ઉત્પાદ શ્રેષ્ઠ સ્વીકૃતિ સાથે બનેલા છે. અમે જોઈ રહ્યા છીએ કે માર્ગેજ ગેરેંટી બધા સ્તરે અસરકારક સાબિત થઈ રહી છે.

માર્ગેજ ગેરેંટી અથવા માર્ગેજ ઇન્સ્યોરન્સએ અમેરિકામાં 15% જયારે કેનેડામાં 22% માર્કેટ પર પોતાની છાપ છોડી છે. તેવી જ રીતે માર્ગેજ ગેરંટી ભારતમાં પણ 5 થી 20 ટકાના વધારા સાથે ઋણધારકો પર તેનો પ્રભાવ છોડવામાં સક્ષમ રહી છે.

આ પણ વાંચો: Alert! બેન્કની ચેતવણી, એક નાની ભૂલ તમારું એકાઉન્ટ ખાલી કરી દેશે

English summary
HDFC will offer home loan easily HDFC Tie up with IMGC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X