For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert! બેન્કની ચેતવણી, એક નાની ભૂલ તમારું એકાઉન્ટ ખાલી કરી દેશે

બેન્કિંગ ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, સરકારી અને ખાનગી બેન્કો તેમના ખાતાધારકોને સમય-સમય પર ચેતવણી આપે છે.

|
Google Oneindia Gujarati News

બેન્કિંગ ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, સરકારી અને ખાનગી બેન્કો તેમના ખાતાધારકોને સમય-સમય પર ચેતવણી આપે છે. સરકારી બેન્કથી ખાનગી બનેલી IDBI બેંકે તેમના ખાતાધારકોને ચેતવણી આપી છે. બેંકે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની ખાતાધારકોને સલાહ આપી છે. બેંકે લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે તમારી નાની ભૂલ તમારા ખાતાને ખાલી કરી શકે છે.

આ પણ વાંચો: આ સરકારી બેંકે ચેતવણી આપી, એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે

1 ભૂલથી ખાલી થઇ જશે એકાઉન્ટ

1 ભૂલથી ખાલી થઇ જશે એકાઉન્ટ

પ્રાઇવેટ સેક્ટરની બેન્ક આઇડીબીઆઇએ તેમના ગ્રાહકોને ચેતવણી જારી કરતા કહ્યું છે કે તમારા એકાઉન્ટમાં નવી રીતે ફ્રોડ થઇ રહ્યું છે. બેંકે ખાતાધારકોને એલર્ટ કરતા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતી વખતે એલર્ટ રેહવાની સલાહ આપી છે. બેંકે ટ્વીટ કરીને કહ્યું છે કે ગૂગલ, ફેસબુક, યાહૂ અથવા ટ્વિટર પર આઇડીબીઆઈ બેન્ક, એટીએમ અથવા કસ્ટમર કેરનો નંબર સર્ચ કરશો નહીં. IDBI Bank / ATM/ Costumer Support Numbers સર્ચ પછી જે પરિણામ આવે છે તે જરૂરી નથી કે તે સાચું જ હોય .

બેંકે જારી કર્યું નવું એલર્ટ

બેંકે જારી કર્યું નવું એલર્ટ

બેંકે કહ્યું છે કે Google અથવા કોઈ પણ સર્ચ એન્જિન દ્વારા બૅન્કનું સરનામું શોધવા, કસ્ટમર કેર નંબર, એટીએમ નંબર સર્ચ કરવાની જગ્યાએ બેંકની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવો. તમે https://www.idbi.com પર લૉગ ઇન કરીને સાચી અને સચોટ માહિતી મેળવી શકો છો.

બેંકે જારી કર્યો ટોલ ફ્રી નંબર

બેંકે જારી કર્યો ટોલ ફ્રી નંબર

IDBI બેન્કએ તેના ગ્રાહકોને મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર્સની સૂચિ બહાર પાડી છે. તમે ફોન બેન્કિંગ નંબર્સ તરીકે 1800-209-4324 / 1800-200-1947 / 1800-22-1070 નો ઉપયોગ કરી શકો છો. જો ડેબિટ કાર્ડને બ્લોક કરાવવું હોય, તો તમે 1800-22-6999 અને 91-2267719100 પર કૉલ કરી શકો છો.

English summary
Must Read: IDBI Bank Alert to Bank Customers, one mistake will Empty Your Bank account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X