For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સરકારી બેંકે ચેતવણી આપી, એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના ખાતાધારકોને ચેતવણી આપી છે. બેંકે તેના ગ્રાહકોને એલર્ટ કરતા ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને જાગૃત કરવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના ખાતાધારકોને ચેતવણી આપી છે. બેંકે તેના ગ્રાહકોને એલર્ટ કરતા ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને જાગૃત કરવાની કોશિશ કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક પીએનબીએ તેમના ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું છે, કે કેવી રીતે તેમની નાની ભૂલ થોડીક મિનિટોમાં તેમનું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે.

pnb

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે ગૂગલ, ફેસબુક, યાહૂ અથવા ટ્વિટર પર પંજાબ નેશનલ બેન્ક શાખા / એટીએમ / કસ્ટમર સપોર્ટ નંબર ટાઇપ કરીને ક્યારેય સર્ચ કરશો નહીં. બેંકે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને લોકોને ફ્રોડથી બચવાની સલાહ આપી છે. બેંકે કહ્યું છે કે ગૂગલ, ફેસબુક દ્વારા બેંકની શાખા અથવા એટીએમ અથવા કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી લેવો જોખમ ભર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: ATM થી કેશ કાઢતી વખતે ગ્રીન લાઈટ ચેક કરો, નહીં તો....

પીએનબીએ કહ્યું છે કે બેંક સંબંધિત કોઈ પણ માહિતી માટે, https://www.pnbindia.in/ પર લોગીન કરીને મેળવો. બેંકે એકાઉન્ટ ધારકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તમે ગૂગલ દ્વારા મેળવેલ નંબરો પર કૉલ કરીને અને તમારા ખાતાને લગતી માહિતીને શેર કરીને મુશ્કેલીમાં ફસાઈ શકો છો. હેકરો આવા લોકોને તરત જ તેમના લક્ષ્યાંક બનાવે છે અને તેમની પાસેથી તેમની વ્યક્તિગત માહિતી મેળવે છે અને એકાઉન્ટમાં ફ્રોડ કરે છે અને તેમની જમાપૂંજી ખાલી કરી દે છે.

આ પણ વાંચો: SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

English summary
Beware with This mistake while doing Net Banking otherwise you lost your Bank Balance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X