For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM થી કેશ કાઢતી વખતે ગ્રીન લાઈટ ચેક કરો, નહીં તો....

દરેક બેંક પોતાના ગ્રાહકોને 24 કલાક એટીએમ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. એટીએમ મશીન ઘ્વારા તમે જરૂરતના સમયે પૈસા ઉપાડી શકો છો, તમને બેંક જવાની જરૂર નથી પડતી.

|
Google Oneindia Gujarati News

દરેક બેંક પોતાના ગ્રાહકોને 24 કલાક એટીએમ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. એટીએમ મશીન ઘ્વારા તમે જરૂરતના સમયે પૈસા ઉપાડી શકો છો, તમને બેંક જવાની જરૂર નથી પડતી. પરંતુ જેટલું ઝડપથી એટીએમ મશીનનું ચલણ વધ્યું છે એટલા જ ઝડપથી તેમાં ફ્રોડ પણ વધી રહ્યા છે. જો એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે જો તમને અસાવધાની દેખાડી તો તમારું બેંક એકાઉન્ટ ખુબ જ ઝડપથી ખાલી થઇ શકે છે.

આ પણ વાંચો: PNB ગ્રાહક થઇ જાવ સાવધાન, બેન્ક તેની ખાસ સર્વિસ બંધ કરશે

એટીએમ મશીનથી પૈસા કાઢતી વખતે સાવધાન રહો

એટીએમ મશીનથી પૈસા કાઢતી વખતે સાવધાન રહો

જો તમારે તમારા પૈસા સુરક્ષિત રાખવા જોય તો એટીએમ મશીનથી પૈસા કાઢતી વખતે સાવધાન રહો. એટીએમ મશીનમાં પોતાની ડેબિટ કાર્ડ નાખતા પહેલા મશીનની તપાસ કરવી જરૂરી છે. એટીએમ મશીનમાં સૌથી મોટો ખતરો કાર્ડ કલોનનો હોય છે. કાર્ડ ક્લોનિંગ ઘ્વારા હેકર્સ તમારા કાર્ડની બધી જ જાણકારી થોડી જ મિનિટમાં ચોરી કરી લે છે.

કઈ રીતે એટીએમ કાર્ડ ક્લોનિંગ થાય છે

કઈ રીતે એટીએમ કાર્ડ ક્લોનિંગ થાય છે

હેકર્સ એટીએમ મશીનમાં છેડછાડ કરીને તમારા કાર્ડની જાણકારી ચોરી કરી લે છે. કોઈ પણ યુઝરનો ડેટા એટીએમ મશીનમાં કાર્ડ લગાવતા સ્લોટથી ચોરી કરવામાં આવે છે. હેકર્સ કાર્ડ સ્લોટમાં એવી ડિવાઈઝ લગાવી દે છે, જે તમારા કાર્ડને આખું સ્કેન કરી લે છે. ત્યારપછી આ જાણકારી ઘ્વારા એટીએમ ક્લોન તૈયાર કરવામાં આવે છે.

રાખો આ સાવધાની

રાખો આ સાવધાની

એટીએમ મશીનમાં કાર્ડ નાખતા પહેલા સ્કૅનરમાં કોઈ ડિવાઈઝ તો નથી લગાવી, તેને ચેક કરી લેવું. ખાસ કરીને મશીનના કાર્ડ સ્લોટને ધ્યાનથી જુઓ જો થોડી પણ શંકા હોય અને કાર્ડ સ્લોટ ઢીલું લાગે તો મશીનનો ઉપયોગ નહીં કરવો. કાર્ડ સ્લોટમાં સળગતી લાઈટ પર ધ્યાન આપો. જો સ્લોટમાં ગ્રીન લાઈટ સળગતી હોય તો સ્લોટ સુરક્ષિત છે પરંતુ જો તેમાં લાલ અથવા બીજી કોઈ લાઈટ સળગતી દેખાય તો મશીનનો ઉપયોગ નહીં કરવો.

કાર્ડ સ્કેન કરી લીધા પછી પણ હેકર્સ એટીએમ પિન વિના તમારા પૈસા નહીં ઉપાડી શકે. પિન મેળવવા માટે તેઓ હંમેશા એટીએમ મશીનમાં લાગેલા કેમેરાનો ઉપયોગ કરે છે. તેવી સ્થિતિમાં પિન નાખતી વખતે બીજા હાથથી ઢાંકીને તેનો ઉપયોગ કરો.

English summary
How ATM Fraud empty your bank account in Minute, Here is the sefty tips for ATM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X