For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB ગ્રાહક થઇ જાવ સાવધાન, બેન્ક તેની ખાસ સર્વિસ બંધ કરશે

જો તમે પંજાબ નેશનલ બેન્કના ગ્રાહક છો, તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો પૈકીની એક, પંજાબ નેશનલ બેન્ક આ મહિને તેની ખાસ સર્વિસ બંધ કરવા જઈ રહી છે છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પંજાબ નેશનલ બેન્કના ગ્રાહક છો, તો તમારા માટે જરૂરી સમાચાર છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો પૈકીની એક, પંજાબ નેશનલ બેન્ક આ મહિને તેની ખાસ સર્વિસ બંધ કરવા જઈ રહી છે છે. હકીકતમાં, પંજાબ નેશનલ બેંકે એવી સેવા બંધ કરવાની જાહેરાત કરી છે જેની અસર કરોડો ગ્રાહકો પર પડવાની આશંકા છે. પીએનબીએ આ માટે એલર્ટ જારી કર્યું છે. પીએનબીએ જણાવ્યું હતું કે 30 એપ્રિલથી બેંક તેના વોલેટ પીએનબી કિટ્ટીને (PNB Kitty) ને બંધ કરશે. જો પીએનબી કિટ્ટીમાં કોઈ પૈસા જમા હોય તો તરત જ ઉપાડી લો, નહીં તો તમારા પૈસા તેમાં ફસાઈ શકે છે.

punjab national bank

હકીકતમાં, પીએનબી કિટ્ટી (PNB Kitty) પંજાબ નેશનલ બેન્કનું મોબાઇલ વૉલેટ છે. જણાવી દઈએ કે ડિસેમ્બર 2016 માં આ સેવા શરૂ કરી હતી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગને બદલે PNB Kitty દ્વારા ચૂકવણી કરી શકાય છે. તેની સૌથી મોટી મહત્વની વાત એ છે કે તેમાં નેટબેંકિંગનો પાસવર્ડ અથવા કાર્ડની માહિતી વગેરે પણ કોઈની સાથે શેર થતી નથી.

આ પણ વાંચો: SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

આ રીતે બંધ કરો PNB Kitty વૉલેટ

PNB Kitty વૉલેટ ફક્ત ત્યારે જ બંધ કરી શકાય છે જ્યારે તેનું બેલેન્સ શૂન્ય થઈ જાય. પરંતુ જો બેલેન્સ શૂન્ય નથી, તો વપરાશકર્તાઓ તેને ખર્ચ કરી શકે છે અથવા IMPS દ્વારા બીજા ખાતામાં સ્થાનાંતરિત કરી શકે છે.

PNB Kitty સર્વિસ શું છે

જણાવી દઈએ કે PNB Kitty ડિજિટલ વૉલેટ છે. PNB Kitty દ્વારા, ગ્રાહકો કોઈપણ ડેબિટ / ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ વિના ઑનલાઇન ચૂકવણી કરી શકે છે. એક કિટ્ટી વૉલેટથી બીજા કિટ્ટીમાં પૈસા મોકલવા માટે, પૈસા મેળવનારનો ફક્ત મોબાઇલ નંબર જ આવશ્યક છે. આ સિવાય, મોબાઇલ / ડીટીએચ ટીવી રિચાર્જ, ઇ-કૉમર્સ ટ્રાંઝેક્શન અને યુટિલિટી બિલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પણ થઈ શકે છે. આ સાથે ક્યુઆર કોડ દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

આ પણ વાંચો: આ મોટી બેંકએ સસ્તી કરી હોમ-ઑટો-પર્સનલ લોન, જાણો કેટલી ઓછી થશે EMI

આ એપનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ તમારા વોલેટમાં પડેલા પૈસાનો 30 એપ્રિલ સુધી ખર્ચ કરી લો અથવા IMPS દ્વારા ટ્રાન્સફર કરવા પડશે. બેંકની આ સુવિધા વિશે વધુ વિગતો જાણવા માટે, https://www.pnbindia.in/PNB-Kitty.html લિંક પર ક્લિક કરો.

English summary
PNB Internet Banking Digital Wallet Kitty Is Going To Close From 30th April
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X