સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો
સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પાંડેસરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભીડભંજન સોસાયટીમાં ધમધમતા એક કારખાનામાં દરોડા પાડીને અંદાજે 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.

આ ઓપરેશનમાં પોલીસે 3.08 લાખ રૂપિયાની કિંમતનું શંકાસ્પદ પનીર સીઝ કરીને તપાસ હાથ ધરી છે. આ મામલે મહેશ પુનાશંકર શર્મા નામના વ્યક્તિની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને સાથે રાખીને આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી પનીર બનાવવાના મશીનો અને વજન કાંટા સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
તપાસ દરમિયાન કારખાનામાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને નોન-બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો મળી આવ્યા છે. અધિકારીઓએ અંદાજે 3000 જેટલા નકલી સ્ટીકરો કબજે કરીને વધુ તપાસ તેજ બનાવી છે.












Click it and Unblock the Notifications
