For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સૌથી સસ્તી હોમ લોન્સ

|
Google Oneindia Gujarati News

હોમ લોન એ મોટી રકમની લોન હોય છે. જેમાં વ્યાજ દરમાં નાના સરખા ફેરફાર કરવાથી ભરવી પડતી વ્યાજની રકમમાં મોટો ફેર પડે છે. તેમાં ફેરફાર થવાથી આપની માસિક હપ્તાની રકમમાં પણ ફેરફાર થાય છે. આ કારણે અમે ભારતમાં સસ્તી હોમ લોન કઇ છે તે અંગે માહિતી આપી રહ્યા છીએ. જો કે હોમ લોન લેતા સમયે માત્ર સસ્તા વ્યાજ દરને ધ્યાનમાં રાખવાને બદલે પ્રોસેસિંગ ફી, હોમ લોન મેળવવાની સરળતા, ડાઉન પેમેન્ટ્સ વગેરે બાબતો ધ્યાનમાં લેવી જોઇએ.

અહીં માર્કેટમાં ઉપલબ્ધ લેટેસ્ટ સસ્તા હોમ લોન રેટ્સની વાત કરી રહ્યા છીએ.

અહીં રૂપિયા 1 લાખથી રૂપિયા 30 લાખ સુધીની લોન માટેના ઇએમઆઇ દર્શાવવામાં આવ્યા છે. જો કે બેંક અને વર્ષ બદલાતા વ્ચાજ દરોમાં પણ બદલાવ આવે છે...

એક્સિસ બેંક

એક્સિસ બેંક


એક્સિસ બેંક 15 વર્ષ માટે ફિક્સ રેટ પર રૂપિયા 1184 અને ફ્લોટિંગ રેટ પર રૂપિયા 1084નો હપ્તો આપે છે.
જ્યારે 20 વર્ષ માટે રૂપિયા 1084નો ફિક્સ અને રૂપિયા 975નો ફ્લોટિંગ રેટનો હપ્તો છે.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા


બેંક ઓફ બરોડા માત્ર ફ્લોટિંગ રેટ્સ ઓફર કરે છે. જેમાં 15 વર્ષ માટે રૂપિયા 1090 અને 20 વર્ષ માટે રૂપિયા 982 છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર

બેંક ઓફ મહારાષ્ટ્ર


બેંક ઓફ મહારાષ્ટ્ર ફિક્સ રેટ ઓફર કરતી નથી. તે 15 વર્ષ માટે રૂપિયા 1090 અને 20 વર્ષ માટે રૂપિયા 982નો હપ્તો આપે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફ્લોટિંગ રેટ પર 15 વર્ષ માટે રૂપિયા 1084 અને 20 વર્ષ માટે રૂપિયા 975 હપ્તો છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક


પીએનબીમાં ફિક્સ રેટ પર 15 વર્ષ માટે રૂપિયા 1121 અને 20 વર્ષ માટે રૂપિયા 1015નો હપ્તો છે.
જ્યારે ફ્લોટિંગ રેટ પર 15 વર્ષ માટે 1090 અે 20 વર્ષ માટે 982નો હપ્તો છે.

એચડીએફસી

એચડીએફસી


એચડીએફસી બેંક ફ્લોટિંગ રેટ પર 15 વર્ષ માટે રૂપિયા 1084નો અને 20 વર્ષ માટે રૂપિયા 975નો હપ્તો આપે છે. એચડીએફસીમાં શરૂઆતના કેટલાક વર્ષો ફિક્સ રેટ રહ્યે છે. ત્યાર બાદ કરન્ટ રેટ લાગુ પડે છે. જેના કારણે અહીં ચોક્કસ વિગત આપી શકાય તેમ નથી.

આઇસીઆઇસીઆઇ બેંક

આઇસીઆઇસીઆઇ બેંક


આઇસીઆઇસીઆઇ બેંકમાં ફિક્સ રેટ પર 15 વર્ષ માટે રૂપિયા 1184 અને 20 વર્ષ માટે રૂપિયા 1084નો હપ્તો છે. ફ્લોટિંગ માટે અનુક્રમે રૂપિયા 1084 અને રૂપિયા 975 હપ્તો છે.

English summary
A Look at Some of the Cheapest Home Loans In India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X