GST લાગુ કરવા માટે સરકારે બનાવ્યો "વોર રૂમ"
જીએસટી લાગુ કરવા માટે મોદી સરકારે બનાવ્યો છે એક ખાસ વોર રૂમ.
આગામી 1 જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવશે. પણ બોલવામાં જેટલી સરળ લાગે છે તે વાત કરવામાં અનેક મુશ્કેલીઓ સામે ઊભી છે. જીએસટી લાગુ કરવા માટે સરકારની સામે અનેક મુશ્કેલીઓ છે. જેને દૂર કરવા માટે નાણાં મંત્રાલયે ખાસ તૈયારી કરી છે. મંત્રાલયે તેને લાગુ કરવા માટે અને તે સમયે આવનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે મિની વોર રૂમ બનાવાનો નિર્ણય લીધો છે. આ વોર રૂમ અનેક ફોન લાઇન અને હાઇ ટેક કમ્પ્યૂટરથી જેવી સુવિધાઓથી સજ્જ હશે. જેના કારણે કોઇ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના પ્રમુખ વાનજા એન સરનાના જણાવ્યા મુજબ આ યુનિટ જીએસટી લાગુ કરવા માટે એક ક્વિક રિસોર્સનું કામ કરશે. આ મિની વોર રૂમમાં બેઠેલા યુવાઓની મદદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની તમામ મુશ્કેલીઓનું સમાધાન લાવવામાં આવશે અને તેને તેમના સવાલોના જવાબ મળશે. આ વોરરૂમ સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે. અને જીએસટીને લઇને થનારી તમામ મુશ્કેલીઓ માટે સજ્જ રહેશે.
આ વોરરૂમમાં યુવા અધિકારીઓની એક ટીમ પણ બનાવવામાં આવી છે. જે ઝડપથી આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. આ વોર રૂમ જીએસટી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ માટે સિંગલ વિન્ડોની જેમ કામ કરશે. ઉલ્લેખનીય છે કે જીએસટી સમગ્ર દેશમાં 1 જુલાઇએ વિધિવત લાગુ કરવું એ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાંથી એક છે જેને સુયોગ્ય રીતે પરિપૂર્ણ કરવા માટે સરકારે આ રીતની કટિબદ્ધતા બતાવી છે.
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?









Click it and Unblock the Notifications
