આધાર લિંક મામલે, સુપ્રીમ કોર્ટે આપી લોકોને મોટી રાહત

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઇને એક મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઇન વધારી દીધી છે. હવે તમે 31 ડિસેમ્બર સુધી આધાર કાર્ડને અન્ય સામાજીક લાભ વાળી યોજના સાથે લિંક કરી શકો છો. સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું છે કે આધાર કેસ પર આગમી સુનવણી નવેમ્બર પહેલા થઇ જશેય જ્યારે તમામ સામાજીક લાભવાળી યોજના જેમકે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે હવે તમારી પાસે 31 ડિસેમ્બર સુધી સમય છે.

supreme court

પાનકાર્ડમાં છૂટ નહીં

જો કે યુઆઇડીએઆઇ તે વાત સ્પષ્ટ કરી છે કે કરદાતોઓએ 31 ઓગસ્ટ સુધી પોતાના આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવું પડશે. યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આયકરની કલમ હેઠળ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાનું કામ પહેલા મુજબ જ કરવામાં આવશે તેમાં કોઇ બદલાવ નહીં થાય. આમ પાનકાર્ડ અને આધાર કાર્ડને તો તમારે 31 ઓગસ્ટ સુધીમાં જ લિંક કરી લેવું પડશે. તેમાં તમને કોઇ પણ પ્રકારની છૂટ નહીં મળે.

English summary
aadhaar card social benefit schemes deadline extended till december.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.