આમ આદમી વીમા યોજના : ગરીબી રેખા નીચે જીવનારાઓ માટે આવશ્યક
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : અનેકવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં જ્યારે પણ એકલ કમાઉ સભ્યનું અવસાન થાય છે અથવા આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે પરિવાસ આર્થિક સંકટમાં મુકાઇ જાય છે.
સરકાર આ વર્ગના લોકોની મદદ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. આમ છતાં તેમનામાં આ યોજના અંગે શિક્ષણ અને તેનો લાભ પહોંચાડવાની જરૂર છે.

આવી સ્થિતિમાં અત્યંત મહત્વની બાબત એ છે કે કમનસીબ લોકોને વીમાના લાભ અંગેની જાણકારી આપવામાં આવે. તાજેતરમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આવા લોકોને ચોક્કસ લાભ થશે. આ ઉપરાંત ગરીબોને મદદ કરનારી અન્ય એક મહત્વની યોજના 'આમ આદમી વીમા યોજના'અંગે અહીં વાત કરીએ...
આમ આદમી વીમા યોજના શું છે?
થોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ 'આમ આદમી વીમા યોજના' અને 'જનશ્રી વીમા યોજના'ને ભેગી કરી દીધી હતી. હવે આ યોજનાને 'આમ આદમી વીમા યોજના' (એએબીવાય - AABY) તરીકે ઓળખવામાં આવે છે.
યોજનાનો હેતુ
આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે. આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ (આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ/ગામડાના જમીન વિહોણા લોકો)ને પણ મળે છે.
આ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે. આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ.
મહત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે. આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે.
રેશન કાર્ડ, જન્મનોંધણી પત્ર, સ્કૂલ સર્ટિફિકિટ, મતદાર યાદી, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ.












Click it and Unblock the Notifications
