જીયોના તમામ ગ્રાહકો માટે ખુશખબરી, કારણ કે આ ખબર જ એવી છે

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોની સાથે જોડાયેલી આ મોટી ખબર તમામ જીયો ગ્રાહકોને ખુશ કરી દેશે. મુફત સેવા આપનાર રિલાયન્સ જીયોએ જ્યાં આવવાની સાથે ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઇસ વોર શરૂ કરાવી દીધુ હતું તેણે હવે ડાઉનલોડિંગ સ્પીડ મામલે પણ તમામ લોકોને પછાડ્યા છે. નોંધનીય છે કે જીયોએ સતત 6 મહિનાથી વધુ સમય સુધી તેના તમામ ગ્રાહકોને મફતમાં ફોન સુવિધા અને ઇન્ટરનેટ આપ્યું છે. વળી આમ કરીને તેણે ભારતની ટેલિકોમ ક્ષેત્રે મોટી કંપનીઓ જેવી કે એરટેલ અને આઇડિયા સમેત વોડાફોન ના અનેક ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.

Read also : OMG: એક દેશની GDP જેટલી થઇ ગઇ છે અંબાણીની સંપત્તિ! વધુ વાંચો

વળી હજી પણ જીયોમાં જે ઓફર ચાલી રહી છે તે મુજબ નજીવા ખર્ચે આવનારા 3 મહિના સુધી પણ જીયો તેના ગ્રાહકોને વિશેષ સુવિધાઓ આપી રહ્યું છે. આ તમામની વચ્ચે હજી એક વધુ સારા સમાચાર જીયો માટે આવ્યા છે. જે વાત તેના ગ્રાહકો પણ સ્વીકારશે. તો જાણો વિગતવાર આ શું સારા સમાચાર છે જેણે જીયો સમતે તેના ગ્રાહકોને પણ ખુશ કરી લીધા છે....

ડેટા સ્પીડ

ડેટા સ્પીડ

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડા મુજબ ઇન્ટરનેટ સ્પીડમાં રિલાયન્સ જીયોએ તમામ કંપનીઓને પાછળ પછાડી દીધા છે. અને નંબર 1 સ્થાન મેળવી લીધુ છે. આ પહેલા એરટેલ જેવી જે કંપનીઓ સારી સ્પીડ આપતી હતી તેને પણ જીયોએ પાછળ કરી લીધી છે અને સ્પીડ મામલે બની ગઇ છે નંબર વન ટેલિકોમ કંપની.

આઇડિયા ને એરટેલ

આઇડિયા ને એરટેલ

ટ્રાઇના જણાવ્યા મુજબ રિલાયન્સ જીયોની સ્પીડ આઇડિયા અને એરટેલ કરતા પણ બેગણી વધારે છે. ટ્રાઇ મુજબ ફેબ્રુઆરીમાં રિલાયન્સ જીયો નેટવર્ક પર ડાઉનલોડિંગ સ્પીડ 16.48 એમબીપીએસ હતી. જો કે તે જાન્યુઆરી કરતા ઓછી છે તેમ છતાં તેણે તમામ અન્ય કંપનીઓને પાછળ કરી દીધુ છે.

શું છે ખુશખબર

શું છે ખુશખબર

રિલાયન્સ જેવું જ માર્કેટમાં આવ્યું તેણે તેની તમામ સેવાઓ મફત આપવાનું શરૂ કર્યું. આ વચ્ચે ખરાબ નેટવર્કના કારણે લોકોએ જીયોમાં અનેક ફરિયાદો પણ કરી. તેવામાં રિલાયન્સ જીઓએ અન્ય ટેલિકોમ કંપનીઓથી સારી હોવાની વાત કહી અને મફતમાં ગ્રાહકોને પ્રિમિયમ સુવિધાઓ પણ આપી. એટલું જ નહીં તેવી પણ આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક હજી પણ સારું થઇ જશે. કારણ કે હવે જીયોએ ચાર્જ લેવાનો પણ શરૂ કરી દીધો છે. અને લોકો ઇન્ટરનેટનો ઉપયોગ પણ વિચારીને કરશે.

5 મિનિટમાં મૂવી ડાઉનલોડ

5 મિનિટમાં મૂવી ડાઉનલોડ

કંપનીની તરફથી તેવી ઓફર આપવામાં આવી હતી કે 5 મિનિટમાં જ તમે અમારી સ્પીડના કારણે સમગ્ર મૂવી ડાઉનલોડ કરી શકો છો. વળી તે વાત તો બધા જ જાણે છે કે સૌથી વધારે ફાસ્ટ નેટવર્ક કોનું છે તે વાતને લઇને જીયો અને એરટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને જણા પોત પોતાની સ્પીડને લઇને દાવાઓ કરી રહ્યા છે. પણ હવે ટ્રાઇના આંકડા જોઇને જીયોની વાતમાં દમ હોય તેમ લાગે છે.

અન્ય કંપનીઓ

અન્ય કંપનીઓ

ડાઉનલોડિંગ સ્પીડમાં ટ્રાઇ મુજબ રિલાયન્સ જીયો નંબર વન છે. તે પથી બીજા નંબર આશ્ચર્યજનક રીતે આવે છે આઇડીયા. જેની સ્પીડ છે 8.33 એમબીપીએસ. અને ત્રીજા નંબરે આવે છે એરટેલ જેની સ્પીડ ટ્રાઇ મુજબ છે 7.66 એમબીપીએસ છે. વોડાફોન આ ક્રમમાં ચોથા નંબર છે અને તેની સ્પીડ 5.66 એમબીપીએસ છે. સાથે જ બીએસએનએલ પાંચમાં નંબરે 2.89 એમબીપીએસ સ્પીડ આપે છે.

Read aslo : દેશના દરેક નાગરિકને મળશે ફ્રી પગાર, મોદી સરકારની નવી યોજના

English summary
According to trai jio beats rivals in 4g downloading speed. Read here more.
Please Wait while comments are loading...