હિંડનબર્ગ રિપોર્ટ બાદના વિવાદો વચ્ચે અદાણી ગૃપને મળી રાહત
મોરિશિયસના ફાઇનાન્સિયલ સર્વિસ કમિશન વતી એવું કહેવામાં આવ્યું છે કે, અમને અદાણી ગૃપની 38 કંપનીઓ અને 11 ગ્રુપ ફંડ્સમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી.
હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ વિવાદોથી ઘેરાયેલા અદાણી ગૃપને મોરિશિયસના ગૃપ દ્વારા રાહત આપવામાં આવી છે મોરિશિયસની ફાઇનાન્સિયલ સર્વિસેઝ કમિશનની તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમે અદાણી ગૃપની 38 કંપનીઓ અને 11 ગૃપ ફંડમાં કોઇપણ પ્રકારનો ગોટાળો જોવા મળ્યો નથી.

આ અગાઉ હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અદાણી ગૃપે મોરિશિયસની નકલી કંપનીઓ દ્વારા તેના શેરના ભાવ વધાર્યા હતા.
એફએસસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિકાસ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રારંભિક મૂલ્યાંકનમાં અમને અદાણી જૂથ સાથે સંબંધિત કંપનીઓની તપાસમાં કંઈપણ ખોટું જણાયું નથી, બધું કાયદા હેઠળ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સેબી અદાણી ગૃપ અને મોરેશિયસની કંપનીઓ વચ્ચેના સંબંધની તપાસ કરી રહી છે. મોરેશિયસ સ્થિત કંપની સેબીના ગ્રેટ ઇન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિમિટેડના સ્કેનર હેઠળ છે, બંનેએ અદાણીની કંપનીમાં રોકાણ કર્યું હતું. જે રીત હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો, તે પછી અદાણી ગૃપના શેરના ભાવમાં 120 બિલિયન ડોલરનો ઘટાડો થયો. જોકે, અદાણી ગૃપ દ્વારા તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, આરોપો ખોટા છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના માર્કેટ રેગ્યુલેટર ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશન દ્વારા પણ અદાણી ગૃપ પર કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે આરોપોની સમીક્ષા કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે, શું તેમાં કંઈ ખોટું છે.
યુકેની રેગ્યુલેટરી ફાયનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે, અમે અદાણી ગૃપ અને ઈલારા કેપિટલ વચ્ચે કોઈ કનેક્શન છે કે, કેમ તેની પણ તપાસ કરી રહ્યા છીએ. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં અદાણીના સ્ટોકમાં વધારો જોવા મળ્યો છે. કંપનીએ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કર્યા બાદ રૂપિયા 20,000નો FPO પાછો ખેંચી લીધો હતો. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, રોકાણકારોનું હિત અમારા માટે સર્વોપરી છે.












Click it and Unblock the Notifications
