Ahmedabad to Goa flights Price: અમદાવાદ-ગોવા ફ્લાઇટ અને અમદાવાદ-નાંદેડ ફ્લાઇટ્સ શરૂ થશે
Ahmedabad to Goa flights Price: હોળીનો તહેવાર 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં 25 માર્ચના રોજ ધૂળેટીની રજા આપવામાં આવે છે. જે કારણે શનિ, રવિ અને સોમ એમ ત્રણ દિવસની રજાઓ છે. આ રજાઓમાં લોકો ફરવા જાય છે. આ માટે લોકો હોલી ડે ડેસ્ટિનેશન સિલેક્ટ કરવા અને પ્લાનિંગમાં વ્યસ્ત છે.
અમદાવાદ એરપોર્ટને 31 માર્ચના રોજ ગોવા અને નાંદેદના ડેસ્ટિનેશન માટે વધુ બે ફ્લાઈટ મળશે. વિસ્ટારા ગોવા માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે, જ્યારે સ્ટાર એર નાંદેદ માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે.

વિસ્ટારા ગોવા ફ્લાઇટની શરૂઆત સાથે, શહેરને ગોવા જવા માટે છ ફ્લાઇટ્સ હશે. નાંદેડ રૂટ પર, સ્ટાર એર સર્વિસ અમદાવાદથી પ્રથમ હશે. આ બંને ફ્લાઇટ્સ શિયાળુ સમયપત્રક શરૂ થાય, ત્યાં સુધી 26 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
સ્ટાર એર બિઝનેસ ક્લાસ માટે 12 સીટો સહિત નાંદેડ રૂટ પર 76 સીટવાળા એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. તે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 2.25 PM પર કામ કરશે. વિસ્તારાની ગોવાની ફ્લાઇટ બપોરે 1.20 કલાકે ઓપરેટ થશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી ગોવા જવા માટેની ફ્લાઇટનું ભાડું 3500 થી શરૂ થાય છે, આ ભાડું તારીખ અને સમય અનુસાર બદલાતું રહે છે. આ સાથે અમદાવાદથી નાંદેદની ફ્લાઇટનું ભાડું 5000 થી શરૂ થાય છે, અને આ ભાડું વધી શકે છે.












Click it and Unblock the Notifications
