મોબાઇલના કોલ દરમાં 100 ટકાનો વધારો !

મીડિયા રિપોર્ટ અનુસાર એરટેલ અને આઇડિયાએ લગભગ કોલ દરોમાં લગભગ 100 ટકાનો વધારો કરી દિધો છે. બીજી તરફ વોડાફોને વોઇસ કોલ દર વધારી દિધાં છે.
એરટેલ અંગે એમ કહેવામાં આવે છે કે તેને કોલ દરને વધારીને પ્રતિ મિનિટ એક રૂપિયાથી વધારીને બે રૂપિયા પ્રતિ મિનિટ કરી દિધાં છે. આઇડિયાએ પોતાના કોલ દર વધારીને 1.2 પૈસા પર સેકેન્ડથી વધારીને 2 પૈસા પ્રતિ સેકેન્ડ કરી દિધા છે. વોડાફોનના કોલ દર અંગે કંપની તરફથી હજુ સુધી કંઇ કહેવામાં આવ્યું નથી. જો કે કોઇપણ મોબાઇલ ઓપરેટરે કોલદરમાં વધારો કરવાની ઔપચારિક પુષ્ટિ કરી નથી.












Click it and Unblock the Notifications
