Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Airtel Offer: ખાલી 199 રૂપિયામાં 1 જીબી ડેટા અને...

એરટેલની નવી ઓફર 199 રૂપિયામાં 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ. તો શું છે આ એરટેલની ઓફર અને તેની સામે જીયોની શું ઓફર ચાલે છે તે અંગે વિગતવાર જાણો અહીં.

રિલાયન્સ જીયોને ટક્કર આપવા માટે દરેક ટેલીકોમ કંપની કોઇને કોઇ ઓફર સાથે નવા નવા પ્લાન આજ કાલ લોન્ચ કરી રહી છે. આ તમામની વચ્ચે ભારતીય એરટેલે પણ એક જોરદાર પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ કંપની તેના ગ્રાહકોને 199 રૂપિયાનો એક ટેરિફ પ્લાન આપી રહી છે. જેમાં ગ્રાહકોને 1 જીબી 4જી/3જી/2જી ઇન્ટરનેટ ડેટા મળશે અને સાથે જ અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે. આ પ્લાન ખાલી પ્રીપેડ ગ્રાહકો માટે જ છે. અને તે 28 દિવસની સમય અવિધિ સુધી જ લાગુ પડશે.

પ્લાન શું છે?

પ્લાન શું છે?

આ પ્લાન હેઠળ તમે રોજના 300 મિનિટ જેટલું કોલિંગ કરી શકો છો અને પૂરા અઠવાડિયામાં તમને 1200 મિનિટ કોલની સુવિધા મળે છે. આ માટે તમારે માયએરટેલ એપમાં જવું પડશે. અને ઓફર સિલેક્શનમાં જઇ ક્લિક કરવું પડશે. જો તમને આ ઓફર ત્યાં નથી દેખાતી તો તમે રૂપિયા ભરીને પણ તેને રિચાર્જ કરાવી તેનો ફાયદો ઉઠાવી શકો છો.

નવા ગ્રાહકોને ઓફર

નવા ગ્રાહકોને ઓફર

આ સિવાય કંપનીએ પોતાના નવા ગ્રાહકોની સંખ્યા વધારવા માટે નવા યુઝર્સ માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં 178 રૂપિયા દ્વારા તમે 1 જીબી ઇન્ટરનેટ ડેટા મેળવી શકો છો. અને અનલિમિટેડ કોલિંગ પણ મળશે. આ પ્લાન પણ ખાલી પ્રીપેડ ગ્રાહકો માટે જ છે. અને તેની સમય અવધિ 28 દિવસની છે. આ પ્લાન ખાલી પહેલા કે બીજા રિચાર્જ પર જ મળશે.

જીયોનો પ્લાન

જીયોનો પ્લાન

ભારતીય એરટેલે જ્યાં એક તરફ આ નવા પ્લાનને લોન્ચ કર્યા છે. ત્યાં જ રિલાયન્સ જીયોએ પણ 149 રૂપિયાનો પ્લાન બજારમાં લાવ્યા છે. જેમાં 149 રૂપિયામાં તમને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને 2 જીબી ઇન્ટરનેટ મળે છે. ભારતીય એરટેલ દ્વારા જીયો તરફ પોતાના ગ્રાહકોને જતા રોકવા માટે આ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

જીયો અને એરટેલ

જીયો અને એરટેલ

નોંધનીય છે કે જે રીતે થોડા જ સમયમાં જીયોએ એરટેલની સમેત અનેક જાણીતી ટેલિકોમ કંપનીઓની ગ્રાહકોની માર્કેટ તોડી નાંખી છે તેની સામે હવે ભારતીય એરટેલ જેવી કંપનીઓએ પણ પોતાના ગ્રાહકોને બચાવી રાખવા માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેના કારણે ગ્રાહકોને મોટી સંખ્યામાં હાલ ફાયદો મળી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X