ભારતી એરટેલ 5 ટકા હિસ્સો કતાર ફાઉન્ડેશનને વેચશે

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે "આ રોકાણથી કંપનીનું મૂડી માળખું મજબૂત બનશે. તેનાથી કંપનીને વિકાસ કરવામાં વેગ મળશે." ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલનું કહેવું છે કે "હું મારી શેરધારિતા આધારમાં એક એન્ય ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાંબા ગાળાનું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારનું સ્વાગત કરું છું."
આ સોદાની સલાહ કતાર ફાઉન્ડેશનને ગોલ્ડમેન શેક્સે આપી હતી. કતાર ફાઉન્ડેશન એન્ડોમેન્ટ કતારના રાજ પરિવારના સંપૂર્ણ સ્વામિત્વવાળા કતાર ફાઉન્ડેશનનું રોકાણ એકમ છે. કતાર ફાઉન્ડેશન એન્ડોમેન્ટના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી રાશિજ અલ નાઇમીએ જણાવ્યું કે "અમે વિશ્વની એક અગ્રણી ટેલિકોમ કંપનીમાં રોકાણ કરીને ઘણા ઉત્સાહિત છીએ."
તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે "લાંબા ગાળાના વિદેશી રોકાણકારના સ્વરૂપમાં અમારી શેરધારિતા અમને વુકસતી અર્થવ્યવસ્થામાં તેજીથી વિકાસ કરી રહેલા ક્ષેત્રમાં અમારી પહોંચ વધારવામાં મદદ કરે છે."












Click it and Unblock the Notifications
