For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના ATM કાર્ડ, ના PIN, ના OTP, જાણો કઈ રીતે પૈસા ગાયબ થઇ રહ્યા છે

જે ઝડપથી એટીએમનો ઉપયોગ વધી રહ્યો છે તે જ ઝડપથી એટીએમ ફ્રોડના કેસો પણ વધી રહ્યા છે. હેકરો એટલા ચાલાક બની ગયા છે કે તેમને તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરવા માટે તેમને તમારા એટીએમ કાર્ડની જરૂર નથી

|
Google Oneindia Gujarati News

જે ઝડપથી એટીએમનો ઉપયોગ વધી રહ્યો છે તે જ ઝડપથી એટીએમ ફ્રોડના કેસો પણ વધી રહ્યા છે. હેકરો એટલા ચાલાક બની ગયા છે કે તેમને તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરવા માટે તેમને તમારા એટીએમ કાર્ડની જરૂર નથી, અને ના તમારા એટીએમ PIN કોડની અને ટ્રાંઝેક્શન માટે OTP ની પણ જરૂર નથી. હેકરોએ ફ્રોડની એક નવી રીત કાઢી છે કે તમારું એટીએમ તમારા ખિસ્સામાં હોય, તમારો ફોન તમારી પાસે હોય, પરંતુ કોઈપણ માહિતી વિના, તમે ફક્ત તમારા ફોન પર તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા વિશેની માહિતી આવે છે.

આ પણ વાંચો: SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા

ફ્રોડની નવી રીત

ફ્રોડની નવી રીત

હેકરોએ એટીએમ ફ્રોડની નવી ટેક્નિક કાઢી લીધી છે. કોઈવાર એકે ફોન કૉલ દ્વારા તો ક્યારેય વૉટ્સઍપ પર લિંક્સ દ્વારા હેકરો તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરે છે. આ ઉપરાંત સ્કિમર, ડ્રાય ગ્લૂ, વેબકેમેરા જેવી તકનીકોનો ઉપયોગ કરી, હેકરો તમારી જાણકારી વિના તમારા એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લે છે. તમને જણાવીએ કે સ્કિમરએ એક એવું ડિવાઇસ છે, જે એટીએમમાં કાર્ડને નાખવાની જગ્યાએ ફિટ કરવામાં આવે છે. અને જ્યારે એટીએમ કાર્ડ ત્યાંથી પસાર થાય છે, ત્યારે એટીએમ કાર્ડના મેગ્નેટિક ડેટા સ્કિમરમાં છપાઈ જાય છે, અને પછી ડુપ્લિકેટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે.

ડ્રાઈ ગ્લૂ શું છે

ડ્રાઈ ગ્લૂ શું છે

હેકરો આ દિવસોમાં ડ્રાઈ ગ્લૂનો ઉપયોગ કરીને તમારા કાર્ડ માહિતી મેળવી રહ્યા છે. ડ્રાઈ ગ્લૂએ એક એવું ગ્લૂ છે જેને મશીનના કીપેડ પર લગાવામાં આવે છે. ડ્રાઈ ગ્લૂને લીધે, તમે ઘણીવાર પ્રયાસ કર્યા પછી પણ પૈસા ઉપાડી શકતા નથી અને તમારા ઉપર નજર રાખી રહેલો અપરાધી ગ્લૂ હટાવી તમારા પ્રોસેસ કરેલા ટ્રાન્જેક્શનથી પૈસા ઉપાડી લે છે.

ઘણીવાર વેબ કેમેરાથી ચોરી કરે છે માહિતી

ઘણીવાર વેબ કેમેરાથી ચોરી કરે છે માહિતી

હેકરો અને કપટકારો વેબ દ્વારા તમારા કાર્ડની માહિતી ચોરી કરી લે છે. એટીએમ મશીન અથવા સ્વાઇપ મશીન પર લાગેલા કેમેરાની મદદથી, તેઓ તમારા કાર્ડની અને પિન નંબરની વિગતો મેળવી લે છે અને પછી તમારું ડુપ્લિકેટ કાર્ડ બનાવવામાં આવે છે. આ માહિતીની મદદથી, તમારી જાણકારી વગર જ તમારા એકાઉન્ટને ખાલી કરી દેવામાં આવે છે.

આ વાતોનું ધ્યાન રાખો

આ વાતોનું ધ્યાન રાખો

ઘણીવાર મોબાઈલ પર અને ઇમેઇલ્સ પર ઑફર્સ, ઈનામો જીતવા જેવા મેલ આવે છે. જો તે ઈ-મેલમાં કોઈ શંકાસ્પદ લિંક્સ છે, તો તેને ભૂલથી પણ ક્લિક કરશો નહીં. આ લિંક્સ પર ક્લિક કરશો તો તમારા પાસેથી તમારા એકાઉન્ટથી સંબંધિત માહિતી માંગવામાં આવે છે અને પછી હેકરો ફિશીંગ મારફતે તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરી તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ સાથે ચૂકવણી કરતી વખતે, ચકાસો કે વેબસાઇટ સિક્યોર છે કે નહીં. જો તમને લાગે કે આ વેબસાઇટ સિક્યોર નથી તો ત્યાં તમારા કાર્ડથી ઑનલાઇન પેમેન્ટ કરશો નહીં અને ફોન પર તમારા એકાઉન્ટની વિગતો કોઈપણને આપશો નહીં. જો તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનું સ્ટેટમેન્ટ સમયે મળતું નથી, તો તરત જ બેંકને તેની જાણકારી આપો. હંમેશા જૂના બેંક સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન, અને બીલને નાના ટુકડાઓમાં ફાડીને ફેંકી દો. જો આમાંથી કોઈપણ માહિતી કોઈના હાથમાં લાગી ગઈ તો, તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

English summary
Alert! Know How Hackers Withdraw Money From Your Bank Account without ATM Card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X