For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ફટકાર્યો Air Indiaને દંડ, ગ્રાહકોને રિફંડ કરવા પડશે 958 કરોડ

નવી દિલ્હી : અમેરિકાએ ટાટા ગૃપની એર લાઇન એર ઇન્ડિયાને 121.5 મિલિયન ડોલર (લગભગ 985 કરોડ રૂપિયાન)નું રિફંડ કરવા માટે જણાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : અમેરિકાએ ટાટા ગૃપની એર લાઇન એર ઇન્ડિયાને 121.5 મિલિયન ડોલર (લગભગ 985 કરોડ રૂપિયાન)નું રિફંડ કરવા માટે જણાવ્યું છે. એર ઇન્ડિયાને આ રિફંડ ફ્લાઇટ રદ્દ થવા પર (કોરોના મહામારી દરમિયાન), સમયમાં ફેરફારમાં બદલાવના કારણે મુસાફરોને આપવાનું છે. આ સાથે રિફંડ આપવામાં વિલંબને કારણે એરલાઇન પર 1.4 મિલિયન ડોલર (11 કરોડ રૂપિયા) ની પેનલ્ટી લગાવી છે.

એરલાઇનને કાયદેસર રીતે રિફંડ કરવું જરૂરી છે

એરલાઇનને કાયદેસર રીતે રિફંડ કરવું જરૂરી છે

યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે સોમવારના રોજ છ એરલાઇન્સને એર ઇન્ડિયા સહિત ગ્રાહકોને કુલ 600 મિલિયન ડોલર પરત કરવાજણાવ્યું હતું.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની 'રિફંડ ઓન રિક્વેસ્ટ' યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટની નીતિનીવિરુદ્ધ હતી.

જો ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર થાય છે અથવા જો ફ્લાઇટ રદ્દ થાય છે, તો કાયદેસર રીતે એરલાઇનને રિફંડ કરવું પડશે.

એર ઈન્ડિયાને શા માટે દંડ કરવામાં આવ્યો?

એર ઈન્ડિયાને શા માટે દંડ કરવામાં આવ્યો?

તપાસ મુજબ, એર ઈન્ડિયાને યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવેલી 1,900 રિફંડ અરજીઓમાંથી અડધાથી વધુને પૈસાપરત કરવામાં 100 દિવસથી વધુ સમય લાગ્યો હતો.

આ સાથે કંપની તમામ અરજીઓને રિફંડ પરત કરવાનો ચોક્કસ સમય પણ જણાવીરહી ન હતી.

આ એરલાઈન્સ પર પણ દંડ ફટકાર્યો

આ એરલાઈન્સ પર પણ દંડ ફટકાર્યો

યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે એર ઈન્ડિયાને 222 મિલિયન ડોલર રિફંડ અને ફ્રન્ટિયર એરલાઈન્સને 2.2 મિલિયન ડોલર દંડ ચૂકવવાજણાવ્યું છે.

આવા સમયે TAP પોર્ટુગલ (126.5 મિલિયન ડોલર રિફંડ અને 1.1 મિલિયન ડોલર દંડ), એવિયાન્કા (76.8 મિલિયન ડોલરરિફંડ અને 750,000 ડોલર દંડ), EI AI (61.9 મિલિયન ડોલર રિફંડ અને 900,000 ડોલર દંડ) અને એરો મેક્સિકો (13.6 મિલિયનડોલર રિફંડ અને ડોલર 90,000 દંડ) આપવાના બાકી છે.

English summary
America fined Air India, customers will have to refund 958 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X