• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Medanta IPO : એન્કર રોકાણકારો એ કર્યું 662 કરોડનું રોકાણ, લાભ આપશે કે કરશે ખોટ?

|
Google Oneindia Gujarati News

Medanta IPO : ગ્લોબલ હેલ્થ (મેદાંતા)નો IPO ખુલતાની સાથે જ એન્કર રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. IPOએ અત્યાર સુધીમાં 662 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. ગ્લોબલ હેલ્થના IPO અત્યારસુધી સિંગાપુર સરકાર, નોમુરા, એક્સિસ મ્યૂચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યૂચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યૂચ્યુઅલ ફંડ, એસબીઆઇ મ્યૂચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ, પ્રોડેન્શિયલ મ્યૂચ્યુઅલ ફંડ, કોટત મ્યૂચ્યુઅલ ફંડ, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની જેવા મુખ્ય રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે.

રોકાણ માટે ખોલવામાં આવ્યો છે IPO

રોકાણ માટે ખોલવામાં આવ્યો છે IPO

ગ્લોબલ હેલ્થ (મેદાંતા) નો IPO 3 નવેમ્બર, 2022 ના રોજ રોકાણ માટે ખુલ્યો છે. Medanta IPO માં 7 નવેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે.

જાણો ગ્લોબલ હેલ્થ IPO ની વિગતો

જાણો ગ્લોબલ હેલ્થ IPO ની વિગતો

  • IPO તારીખ : નવેમ્બર 3 - નવેમ્બર 7, 2022
  • ફેસ વેલ્યુ : શેર દીઠ રૂપિયા 2
  • પ્રાઇસ બેન્ડ : રૂપિયા 319 થી રૂપિયા 336
  • લોટ સાઈઝ : 44 શેર
  • ઇશ્યુનું કદ : રૂપિયા 2205.57 કરોડ
  • છૂટક રોકાણકારોને શેરની ઓફર : ઓફરના 35 ટકા કરતા ઓછી નહીં
500 કરોડનો IPO

500 કરોડનો IPO

ગ્લોબલ હેલ્થ આઈપીઓમાં રૂપિયા 500 કરોડ સુધીના ફ્રેશ શેરનું વેચાણ થઈ રહ્યું છે. આ અંતર્ગત 5,07,61,000 ઇક્વિટી શેર વેચવામાં આવી રહ્યા છે.

IPOની પ્રાઇસ બેન્ડ 319-336 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે, કંપની IPO દ્વારા રૂપિયા 2,206 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

કંપની આ IPOની આવકનો ઉપયોગ દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

જિયોજીત એન્ડ આશિકા રિસર્ચ સહિતની ઘણી બ્રોકરેજ કંપનીઓએ શેર ખરીદવાની સલાહ આપી છે.

English summary
Anchor investors invested 662 crores in Medanta IPO, know will it benefit or will it make a loss?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X