For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલની નિકળી હવા, ઘટાડી 16જીબી આઇફોન 5સીની કિંમત

By Super
|
Google Oneindia Gujarati News

એપલને કદાચ એ વાતનો અંદાજો આવી ગયો છે કે, એશિયન બજારો તેમાં પણ ખાસ કરીને ભારતીય બજારોમાં કિંમત કેટલું મહત્વ ધરાવે છે. એપલે આઇફોન 5સી અને 5એસને જ્યારે લોન્ચ કર્યો હતો, તો તેનાથી ઘણી આશા હતી કે બ્રાન્ડના કારણે માર્કેટમાં ફોનને ઘમો પસંદ કરવામાં આવશે, પરંતુ તેવું કંઇ થયું નહીં, કારણ હતુ તેની કિંમત જે બધાને પરવળે તેમ નહોંતી. ઓનલાઇન રીટેલ સ્ટોરમાં એપલ 5સીને 41,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે અનેક સાઇટ્સમાં તેની કિંમત 5 હજાર રૂપિયા ઘટાડી દેવામાં આવી છે.

5સીને તમે અનેક સાઇટ્સમાં 36,999 રૂપિયામાં ખરીદી શકો છો. જો કે એપલે આ અંગે કંઇ ખુલીને કહ્યું નતી. આ ઉપરાંત એપલ આઇફોન માટે એક બાય બેક ઓફર પણ ચાલી રહી છે. જે હઠળ કેટલાક સિલેક્ટેડ જૂના સ્માર્ટફોનને એક્સચેન્જમાં 5000 હજાર રૂપિયાની છૂટ આફવામાં આવી રહી છે. પરંતુ એક આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે, એપલે પોતાના 32 જીબી 5સી વર્ઝનની કિંમતમાં કોઇ બદલાવ કર્યો નથી, તે આજે પણ માર્કેટમાં 53,500 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ 5સીના ફીચર્સ.

પ્રોસેસર

પ્રોસેસર

નવા આઇફોનમાં ડ્યુલકોર એ 6 1.3 ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે એપલના આઇઓએસ 7માં ફાસ્ટ સ્પીડની સાથે સ્મૂથ પ્રોસેસિંગ સપોર્ટ આપશે. આ ઉપરાંત VR SGX643MP3 GPU ફોનમાં સારું ગ્રાફિકલ સપોર્ટ પણ આપશે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

આઇફોન 5સીમાં આઇઓએસ 7 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે, જેમાં નવા નોટિફિકેશન બાર અને કન્ટ્રોલ સેન્ટરના ફીચર હશે. નવા આઇફોનમાં પહેલાની સરખામણીએ સારી રીતે મલ્ટીટાસ્કિંગ કામ કરી શકશો.

કેમેરા

કેમેરા

રિપોર્ટ અનુસાર નવા આઇફોનમાં 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે, જે 1080 પિક્સલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરે છે, સાથે જ ઓટો ફોકસ, લિડ ફ્લેશ, ટચ ફોકસ, પેનોરમા જેવા અનેક કેમેરા ફીચર આપવામા આવ્યા છે.

મેમરી

મેમરી

આશા રાખવામાં આવી રહી છે કે, આઇફોન 5સીમાં 16 જીબી, 32 જીબી અને 64 જીબી મેમરી ઓપશન આપવામાં આવ્યા છે.

કલર

કલર

આઇફોન 5સીના કલરની વાત કરીએ તો આઇફોન બ્લેક અને વ્હાઇટ ઉપરાંત અન્ય બીજા કલર ઓપ્શન સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

English summary
apple slashes iphone 5c 16gb price india news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X