ચૂંટણી પરિણામ ભાજપ તરફી આવતા બજારમાં તેજી
મુંબઇ, 9 ડિસેમ્બર: ગઇકાલે રવિવારે ચાર રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા. પરિણામમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે કોંગ્રેસને નકારી દીધી છે અને પરિવર્તન અને વિકાસનું બટન દબાવ્યું છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનમાં ભાજપને મોટી જીત મળી છે, તો છત્તીસગઢમાં કાંટાની ટક્કરની વચ્ચે રમણ સિંહે જીતની હેટ્રીક લગાવી છે. પરંતુ દિલ્હીમાં આપ પાર્ટીની કમાલે ભાજપને જીતનો ચોગ્ગો મારતા અટકાવી છે. ભાજપ તરફી આવવાના પગલે શેર બજારમાં પણ તેની હકારાત્મક અસર જોવા મળી છે.
ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતીવાલી સરકાર અને દિલ્હીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરવાની અસર ભારતીય શેરબજાર પર પણ દેખાયો. સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં સ્થિર સરકારનો વિશ્વાસ વધવાથી શેરબજાર ગદગદીત થઇ ઊઠ્યું છે.













Click it and Unblock the Notifications
