For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 2030 સુધીમાં સરેરાશ વેતન ચાર ગણુ વધશે : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

rupee
નવી દિલ્હી, 1 ઓક્ટોબર : વિકસિત દેશ તથા ભારત, ચીન અને ફિલિપાઇન્સ જેવી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં સરેરાશ વેતનમાં રહેલું અંતર 2030 સુધીમાં ઘટી જશે. પીડબલ્યુસીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા ચારપ વર્ષમાં ભારતમાં સરેરાશ વેતન વધીને ચાર ગણુ થઇ જશે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારત અને ઇન્ડોનેશિયા જેવા ઉભરતા બજારોમાં તુલનાત્મક રીતે વેતન અનુમાન નીચા સ્તરે છે. વર્ષ 2030માં વેતન સ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. તેનાથી વૈશ્વિક કારોબારને એક નવો આકાર મળશે.

રિપોર્ટ જણાવે છે કે તુલનાત્મક રીતે ભારત અને ફિલિપાઇન્સ વેચનમાં નીમ્ન સ્તરે છે. પરંતુ ભારતમાં સરેરાશ વેતન 2030 સુધીમાં ચાર ગણુ થઇ જશે. પીડબલ્યુસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન બ્રિટન અને અમેરિકામાં વેતનમાં અનુમાનિત વૃદ્ધિ ત્રણ ગણી હશે.

તેમાં કહેવામાં આવ્યં છે કે ભારતમાં સરેરાશ માસિક વેતન બ્રિટની સરખામણીએ વર્તમાન સમયમાં 25 ગણું ઓછું છે. જો કે વર્ષ 2030 સુધીમાં આ અંતર ઘટીને માત્ર 7.5 ગણુ થઇ જશે. પીડબલ્યુસીએ જણાવ્યું છે કે વર્તમાન સમયમાં અમેરિકામાં સરેરાશ વેતન મેક્સિકોની તુલનામાં 7.5 ગણુ ઓછું છે. 2030 સુધીમાં આ અંતર ઘટીને 4 ગણુ રહી જશે. આ દરમિયાવન ચીનમાં સરેરાશ વેતન વધીને સ્પેનના સરેરાશ વેતનના અડધા સુધી પહોંચી જશે.

English summary
Average salary in India will be quadruple by 2030 : Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X