પતંજલિનું ટર્નઓવર થયું 10 હજાર કરોડ, રામદેવે આપી ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદિકે છપ્પર ફાડ ટર્નઓવર કરી એક નવું જ ઉદાહરણ ભારતીય કંપનીઓ સામે મૂક્યું છે. દર વર્ષે પતંજલિના ટર્ન ઓવરમાં ગ્રોથ વધી જ રહ્યો છે. જેમાં આ વર્ષે પણ અદ્ધધ ટર્નઓવર થયું છે. આ વર્ષે પતંજલિ કંપનીએ 10651 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ખાલી તેની ટૂથપેસ્ટે 940 કરોડની બંપર કમાણી કરી છે.

10 હજાર કરોડનું ટર્નઓવર

બાબા રામદેવે એક પ્રેસકોન્ફર્ન્સમાં જણાવ્યું કે પતંજલિ આયુર્વેદિકે નાણાંકીય વર્ષ 2016-17માં 10,651 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે. પતંજલિ આયુર્વેદિકે હેર ઓઇલ, ટૂથપેસ્ટ, દેશી ધી, શેમ્પુ, ડિશવોશ જેવી વસ્તુઓએ મોટા પ્રમાણમાં વેચાઇ છે.

બજાર

બજાર

પતંજલિ આયુર્વેદિકે હેરઓઇલ સેગમેન્ટમાં 825 કરોડ રૂપિયા કમાયા છે. ફેશવોશમાં 228 કરોડ રૂપિયા, ટૂથપેસ્ટમાં 940 રૂપિયા અને દેશી ઘીમાં 1467 કરોડ રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2017માં પતંજલિના વિભન્ન ઉત્પાદનો જેમાં શેમ્પુએ 15 ટકા, ટૂથપેસ્ટે 14 ટકા, ફેશવોશે 15 ટકા અને ડિશવોશે 35 ટકા તથા મધે 50 ટકા માર્કેટ શેયર મેળવ્યા છે.

દરેક માપદંડ પર પૂર્ણ

દરેક માપદંડ પર પૂર્ણ

બાબા રામદેવે જણાવ્યું કે તેમની પાસે 30-40 હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા છે. અને આવનારા સમયમાં તે આ ક્ષમતાને 60 હજાર કરોડ રૂપિયા સુધીનું કરી દેશે. સાથે તે આવનારા સમયમાં નોયડામાં એક નવુ યુનિટ ખોલશે. જેની ઉત્પાદન ક્ષમતા 20-25 હજાર કરોડ રૂપિયા સુધી હશે. બાબા રામદેવે આશા વ્યક્ત કરી છે કે પતંજલિ આવનારા બે વર્ષમાં દેશની સૌથી મોટી બ્રાન્ડ બની જશે. વધુમાં તેમણે કહ્યું કે પતંજલિ FASSIના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. અને અમારુ લક્ષ નફો કમાવાનું નથી. અમારા ઉત્પાદનોની શુદ્ધતા પર કોઇ આરોપ ના લગાવી શકે.

શહીદ બાળકો માટે

બાબા રામદેવે આ સિવાય તે પણ વાતની જાહેરાત કરી કે તે શહીદ સૈનિકોના બાળકો માટે આ વર્ષે પતંજલી હોસ્ટેલ સૈનિક સ્કૂલ ખોલશે અને આ સ્કૂલ નિશુલ્ક હશે. આ સ્કૂલને દિલ્હી-એનસીઆરમાં ખોલવામાં આવશે. જેની ક્ષમતા 1000 બાળકો સુધી હશે. સાથે જ બાબાએ સુકમામાં શહીદ થયેલા શહીદના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી.

ગૌમૂત્ર

ગૌમૂત્ર

બાબા રામદેવે પતંજલિ ઉત્પાદનોમાં ગૌમૂત્ર હોવા મામલે જણાવ્યું કે પતંજલિના ખાલી 3-4 ઉત્પાદનોમાં જ ગૌમુત્રનો પ્રયોગ થાય છે. બાકી નહીં. તેમણે કહ્યું કે મુસ્લિમોને તેમ કહીને પતંજલિના ઉત્પાદનોને ખરીદતા રોકવામાં આવે છે કે તેમાં ગૌમુત્ર હોય છે. જે વાત સાચી નથી.

સંન્યાસી

બાબા રામદેવે પતંજલિના ઉત્તરાધિકારી મામલે પણ જવાબ આપતા કહ્યું કે તેમના પછી કોઇ સંન્યાસી જ ભવિષ્યમાં તેમની જગ્યાએ લેશે. સાથે જ પતંજલિના ભવિષ્ય અંગે બોલતા રામદેવે કહ્યું કે તેમનો પ્રયાસ રહેશે કે વર્ષ 2018માં પતંજલિ વીસ હજાર કરોડ રૂપિયાનો રેવન્યૂ મેળવે.

English summary
Baba Ramdevs Patanjali Touched a turnover of Rs 10,561 crore in FY17
Please Wait while comments are loading...