For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં તમામ સરકારી બેંકો રવિવારે ખુલ્લી રહેશે, જાણો કારણ

તમે વ્યસ્ત દિનચર્યાના કારણે આ અઠવાડિયે તમારા જરૂરી બેન્કના કામ પતાવી શક્યા નથી તો તેના લીધે તમને ટેંશન છે

|
Google Oneindia Gujarati News

તમે વ્યસ્ત દિનચર્યાના કારણે આ અઠવાડિયે તમારા જરૂરી બેન્કના કામ પતાવી શક્યા નથી તો તેના લીધે તમને ટેંશન છે, તો બિલકુલ પણ ટેંશન લેવાની જરૂર નથી કારણ કે આરબીઆઇ જણાવ્યું હતું કે સરકારી વ્યવહારો કરનારી બધી બેંક શાખાઓ આ રવિવાર એટલે કે 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે, જેના લીધે તમારા બધા કામ સરળતાતી થઇ શકશે. કેન્દ્રિય બેંકે આ સંદર્ભે સંબંધિત બેંકો માટે દિશાનિર્દેશો પણ રજૂ કર્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો

દેશભરમાં તમામ સરકારી બેંકો રવિવારે ખુલ્લી રહેશે

દેશભરમાં તમામ સરકારી બેંકો રવિવારે ખુલ્લી રહેશે

બેંકના આ નિર્ણય પાછળ એક મોટું કારણ છે અને તે એ છે કે ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર આવી રહ્યો છે તેથી સરકારી વ્યવહારો કરનારી બેંક શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

RTGS અને NEFT

RTGS અને NEFT

ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા આ નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું છે કે સરકારી આવક અને ચૂકવણી માટે તમામ પે એન્ડ એકાઉન્ટ ઑફિસ 30 માર્ચના રોજ રાતનાં 8 વાગ્યા સુધી અને 31 માર્ચે સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને આ દિવસે RTGS અને NEFT સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક વ્યવહારો પણ ચાલુ રહેશે.

SBI એ પણ ગાઇડલાઇન રજૂ કરી

SBI એ પણ ગાઇડલાઇન રજૂ કરી

એસબીઆઈએ તેના એકાઉન્ટધારકોને ઓનલાઇન ફ્રોડથી બચવાની સલાહ આપી છે. ડેબિટ, ક્રેડિટ અને નેટ બેન્કિંગ દ્વારા થતા ફ્રોડથી બચવા માટે બેંકે તેના એકાઉન્ટ ધારકોને ટીપ્સ પણ આપી છે. આ વખતે બેંકે એકાઉન્ટ ધારકોને નવી રીતે થઇ રહેલા ફ્રોડથી બચવાની સલાહ આપી છે. એસબીઆઇએ તેના એકાઉન્ટ ધારકોને ટ્વિટ કરી કહ્યું છે કે તેઓ Whatsapp અથવા અન્ય સોશિયલ મીડિયામાંથી આવતા મેસેજથી સાવધાન રહે. આવા પ્રકારના મેસેજ ખોલતાની સાથે તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઇ શકે છે.

SBI ની ચેતવણી

SBI ની ચેતવણી

SBI ની ચેતવણી મુજબ, હેકર્સ Whatsapp માં આવેલા મેસેજ દ્વારા ગ્રાહકોને ફસાવી તેમની બેન્કિંગ વિગતો મેળવી લે છે અને પછી તેમના બેંક એકાઉન્ટ્સ ખાલી કરે છે. Whatsapp મેસેજના બદલે ઓટીપીને શેર ન કરવાની સલાહ બેંકે આપી છે.

English summary
RBI directed banks to keep open their branches dealing with last day of the financial year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X