For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Holidays April: એપ્રિલનો અડધો મહિનો બંધ રહેશે બેંક, જુઓ ક્યારે-ક્યારે બેંકોની આવશે રજા

નવા મહિનાની શરુઆત થવાની છે. એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ છે. જુઓ લિસ્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા મહિનાની શરુઆત થવાની છે. એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ છે. એપ્રિલ મહિનામાં બેંક 15 દિવસ બંદ રહેશે. RBI દ્વારા બેંકોની રજાઓના લિસ્ટ મુજબ એપ્રિલ મહિનામાં અડધો મહિનો એટલે કે 15 દિવસ બેંકોના કામકાજ પ્રભાવિત થશે, બેંકોની રજા રહેશે. જો કે, તમને જણાવી દઈએ કે આ રજાઓ દરેક રાજ્યના શહેરની બેંકોમાં એક સાથે નહિ હોય પરંતુ આરબીઆઈ દ્વારા જાહેર બેંકોની રજાઓનુ લિસ્ટ રાજ્યો અને શહેરોના આધારે હોય છે.

ક્યારે-ક્યારે બંધ રહેશે બેંક

ક્યારે-ક્યારે બંધ રહેશે બેંક

RBI દ્વારા જાહેર બેંકોની રજાઓના લિસ્ટ મુજબ આની શરુઆત 1 એપ્રિલથી થઈ રહી છે. 1 એપ્રિલે એન્યુઅલ ક્લોઝિંગના કારણે આઈઝોલ, ચંદીગઢ, શિલૉંગ, શિમલાને છોડીને દેશના મોટાભાગના શહેરોમાં બેંક બંધ રહેશે. 2 એપ્રિલે બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ઈંફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી, શ્રીનગરમાં બેંકોની રજા રહેશે. આ શહેરોમાં ગુડી પડવો, ઉગાડી ફેસ્ટીવલ, તેલુગુ ન્યૂ યર, સાજીબૂ નૉન્ગમાપનબાના કારણે બેંક બંધ રહેશે. 3 એપ્રિલે રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

બેંકોની રજાઓનુ આખુ લિસ્ટ

બેંકોની રજાઓનુ આખુ લિસ્ટ

4 એપ્રિલે સરહુલના કારણે રાંચીમાં બેંક બંધ રહેશે. 5 એપ્રિલે બાબૂ જગજીવન રામના જન્મદિવસના કારણે હૈદરાબાદમાં બેંક બંધ રહેશે. 9 એપ્રિલે બીજો શનિવાર છે, જેના કારણે બેંકોની રજા રહેશે. 10 એપ્રિલે રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, બૈસાખી, તમિલ ન્યૂ યર ડે, બોહાગ બિહુના કારણે શિલૉંગ અને શિમલાને છોડીને દેશભરની બેંકોમાં રજા રહેશે.

બેંકોની રજાનુ લિસ્ટ જોઈને જાવ બેંકમાં

બેંકોની રજાનુ લિસ્ટ જોઈને જાવ બેંકમાં

આરબીઆઈના લિસ્ટ મુજબ 15 એપ્રિલે ગુડ ફ્રાઈડે, બંગાળી ન્યૂ યર ડેના કારણે જયપુર, જમ્મુ, શ્રીનગર ઉપરાંત દેશના મોટાભાગના શહેરોમાં બેંક બંધ રહેશે. 16 એપ્રિલે ગુવાહાટીમાં બેંકોની રજા રહેશે. 17 એપ્રિલે રવિવારની રજાના કારણે બેંક બંધ રહેશે. 21 એપ્રિલે ગારિયા પૂજાના કારણે અગરતલામાં બેંક બંધ રહેશે. વળી, 23 એપ્રિલે ચોથા શનિવારના કારણે બેંકોની રજા હશે જ્યારે 24 એપ્રિલે રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. 29 એપ્રિલે શબ એ કાદરના કારણે જમ્મુ, શ્રીનગરમાં બેંક બંધ રહેશે.

English summary
Bank Holidays April 2022: Bank will close for 15 days in April, Here is RBI Bank Holiday Full List
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X