Bank Holidays : મેં મહિનામાં આટલા દિવસ બેંક બંધ રહેશે, જુઓ પુરૂ લિસ્ટ
Bank holidays may 2025 : મે મહિનામાં બેંકો ઘણા દિવસો બંધ રહેશે. જો તમે કોઈ મહત્વનું બેંક કામ પતાવવા માંગો છો તો તેને વહેલી તકે પૂરું કરી લો.
ઘણીવાર રજાઓની માહિતી ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં અમે મે 2025ની બેંક રજાઓની સંપૂર્ણ યાદી આપી રહ્યા છીએ, જેના આધારે તમે તમારા આખા મહિનાનું આયોજન કરી શકો છો.

મે 2025ની બેંક રજાઓ
- 1 મે: મજૂર દિવસ (આસામ, બિહાર, ગોવા, ગુજરાત, મણિપુર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં બેંકો બંધ)
- 1 મે: મહારાષ્ટ્ર દિવસ (મહારાષ્ટ્રમાં બેંકો બંધ)
- 4 મે: રવિવાર (સાપ્તાહિક રજા, તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 8 મે: ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતિ (દિલ્હી, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર)
- 10 મે: બીજો શનિવાર (તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 11 મે: રવિવાર (સાપ્તાહિક રજા, તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 12 મે: બુદ્ધ પૂર્ણિમા (ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, મણિપુર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, સિક્કિમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ)
- 16 મે: સિક્કિમ રાજ્ય દિવસ (સિક્કિમ)
- 18 મે: રવિવાર (સાપ્તાહિક રજા, તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 24 મે: ચોથો શનિવાર (તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 25 મે: રવિવાર (સાપ્તાહિક રજા, તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 26 મે: ઇસ્લામ જયંતિ (ત્રિપુરા)
- 29 મે: મહારાણા પ્રતાપ જયંતિ (હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા)
- 30 મે: શ્રી ગુરુ અર્જુન દેવ જીનો શહીદી દિવસ
આજે 1 મે: મજૂર દિવસ
આજે મજૂર દિવસ નિમિત્તે આસામ, બિહાર, ગોવા, ગુજરાત, મણિપુર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી નીચેના રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
એક રાજ્ય, એક RRB યોજના
ભારત સરકારની આ મહત્વપૂર્ણ યોજના આજથી અમલમાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં આવેલી ક્ષેત્રીય ગ્રામીણ બેંકો (RRB)નું એકીકરણ કરીને એક જ RRBની રચના કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
બેંક રજાઓ રાજ્યો અને પ્રદેશો અનુસાર બદલાઈ શકે છે. તેથી, કોઈપણ બેંક કામ પહેલાં તમારી બેંકની શાખા સાથે સંપર્ક કરીને માહિતી ચકાસી લો.
આ યાદીનો ઉપયોગ કરીને તમે તમારા બેંક કામનું આયોજન સરળતાથી કરી શકો છો અને રજાઓના કારણે થતી અસુવિધાઓ ટાળી શકો છો.












Click it and Unblock the Notifications
