For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : બજેટ વચ્ચે હવાઈ પ્રવાસીઓને મોટો ફટકો! એટીએફના ભાવમાં જંગી વધારો

બજેટની રજૂઆત પહેલા જ હવાઈ પ્રવાસીઓને મોટો ઝટકો લાગ્યો છે. હવે પ્લેનમાં મુસાફરી કરવી વધુ મોંઘી બની શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે મહિનાના પહેલા દિવસે ATFના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : બજેટની રજૂઆત પહેલા જ હવાઈ પ્રવાસીઓને મોટો ઝટકો લાગ્યો છે. હવે પ્લેનમાં મુસાફરી કરવી વધુ મોંઘી બની શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે મહિનાના પહેલા દિવસે ATFના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ ફ્યુઅલ એટલે કે એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) 8.5 ટકા મોંઘું થયું છે. ATFની કિંમતમાં 6743 રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો થયો છે.

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીમાં ATFની કિંમત 79,294.91 રૂપિયા પ્રતિ કિલોલિટરથી વધીને 86308.16 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે. ઉલ્લેખીય છે કે, જાન્યુઆરી મહિનામાં પણ એટીએફની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો.

એટીએફના ભાવમાં બમ્પર વધારો

એટીએફના ભાવમાં બમ્પર વધારો

નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીમાં એટીએફના ભાવ બે વખત વધી ચૂક્યા છે. 1 જાન્યુઆરીએ એરક્રાફ્ટ ફ્યુઅલની કિંમતમાં 2,039.63 રૂપિયા પ્રતિ કિલોલીટરઅથવા 2.75 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને તે સમયે તે 76,062.04 રૂપિયા પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયો હતો. જો કે, તે પહેલા ડિસેમ્બરમાં એટીએફનાભાવમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.

એટીએફના ભાવમાં ફરી એકવાર વધારો થયો

એટીએફના ભાવમાં ફરી એકવાર વધારો થયો

ઉલ્લેખીય છે કે, નવેમ્બરના મધ્યમાં જેટ ફ્યુઅલની કિંમત 80,835.04 રૂપિયા પ્રતિ કિલોલીટરના ઉચ્ચ સ્તરે હતી.

15 ડિસેમ્બરના રોજ એટીએફના ભાવમાંકિલોલીટર દીઠ 6,812.25 રૂપિયા અથવા 8.4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર ATFની કિંમતમાં વધારો થયો છે.

મહિનામાં બે વાર કિંમતો સુધારવામાં આવે છે

મહિનામાં બે વાર કિંમતો સુધારવામાં આવે છે

નોંધનીય છે કે, જેટ ફ્યુઅલના ભાવમાં એક મહિનામાં બે વાર 1લી અને 16મી તારીખે સુધારો કરવામાં આવે છે.

જો કે, આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરેબ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘણી અસ્થિરતા જોવા મળી છે. 5

નવેમ્બર, 2021ના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ડોલર પ્રતિ બેરલ 82.74 પર હતું. આવા સમયે જો આપણે 1ડિસેમ્બરની વાત કરીએ, તો તે બેરલ દીઠ 68.87 ડોલર પર આવી ગયું હતું.

English summary
Big hit to air travelers amid budget! Massive increase in the price of ATF.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X