For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બેકરી યુનિટ શરૂ કરશે બ્રિટાનિયા

By Super
|
Google Oneindia Gujarati News

britannia
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લી.એ બુધવારે જાહેર કર્યુ હતું કે કંપની તેનું પ્રથમ બેકરી મેન્યુફેક્ચરીંગ યુનિટ ગુજરાત રાજ્યના ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શરૂ કરશે. આ યુનિટને શરૂ કરવા માટે કંપની દ્વારા 75થી 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

બિઝનેસ લાઇનના અહેવાલ અનુસાર કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે નિવેદનમાં કહ્યું છે કે આ યુનિટમાં વાર્ષિક 45 હજાર ટન પ્રોડક્ટ્સ પ્રોડ્યુસિંગ કરવાની ક્ષમતા હશે. નોંધનીય છે કે, કંપની દ્વારા બિહાર, ઓરિસ્સા અન તમિળનાડુમાં પોતાના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. ઝઘડિયા યુનિટ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના માર્કેટને કવર કરશે, તેમ પોર્ટ નજીક હોવાથી આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.

આ નવા યુનિટમાં 750 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, આ યુનિટમાંથી કંપની દ્વારા ગુડ ડે, મેરીગોલ્ડ અને બોરબોન જેવા બિસ્કિટનું ઉત્પાદન કરવામાં આવશે. નોંધનીય છે કે, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ બેકરી અને ડેરી સેગ્મેન્ટમાં ટોચ પર છે અને તેની વાર્ષિક આવક છ હજાર કરોડની આસપાસ છે. તેની પ્રોડક્ટ્સ ભારતના 35 લાખ રીટેલ આઉટલેટ્સમાં જોવા મળે છે.

English summary
britannia, gujarat, bakery, product, business, bihar, બ્રિટાનિયા, ગુજરાત, બેકરી, પ્રોડક્ટ, બિઝનેસ, બિહાર
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X