BSNL આપે છે સૌથી સસ્તા પ્લાન, 16 રૂપિયામાં મળે છે આટલા લાભ
BSNL ભારતમાં તેમના યુઝર્સને સૌથી વધુ સસ્તો 30 દિવસનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, તે 16 રૂપિયામાં આવે છે અને તેની વેલિડિટી 30 દિવસ સુધી ચાલે છે.
નવી દિલ્હી : BSNL ભારતમાં તેમના યુઝર્સને સૌથી વધુ સસ્તો 30 દિવસનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, તે 16 રૂપિયામાં આવે છે અને તેની વેલિડિટી 30 દિવસ સુધી ચાલે છે. આ પ્લાનમાં કોઈ SMS અને ડેટા લાભો શામેલ નથી.
BSNLએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, આ પ્લાન 20 પૈસા/મિનિટ ઓન-નેટ કૉલ્સ + 20 પૈસા/મિનિટ ઑફ-નેટ કૉલ્સ ચાર્જ કરે છે. જો તમે તમારા BSNL સિમને એક્ટિવ રાખવા માંગતા હોવ તો આ વૉઇસ વાઉચર સારી શરત બની શકે છે. આ સિવાય BSNL પાસે બીજા ઘણા પ્લાન છે.

BSNLનો રૂપિયા 147 નો પ્લાન
જો તમને BSNL તરફથી સારૂ અને સસ્તું પ્રીપેડ પ્લાન જોઈએ છે, જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, તો STV_147 એ બેસ્ટ વિકલ્પ બની શકે છે. ખાસકરીને એવા યુઝર્સ માટે જેમને ડેટા અને વૉઇસ કૉલિંગ બંને લાભોનો સાથે ઉપયોગ કરે છે.
આ પ્લાન સાથે, યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સિવાય 10 GB ડેટાઅને BSNL ટ્યુન્સ મળે છે. આ પ્લાનમાં કોઈ SMS લાભ શામેલ નથી.

BSNL રૂપિયા 247 નો પ્લાન
જો તમે થોડી વધુ ચૂકવણી કરી શકો છો, તો તમે BSNL તરફથી રૂપિયા 247નો પ્લાન લઈ શકો છો. આ પ્લાન યુઝર્સ માટે SMS લાભો પણ બંડલ કરે છે.
યુઝર્સનેBSNL ટ્યુન્સ અને ઇરોઝ નાઉ એન્ટરટેઇનમેન્ટ સેવાઓ સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ સાથે 50 GB ડેટા અને 100 SMS/દિવસ મળે છે.

BSNL રૂપિયા 299 નો પ્લાન
આ બીજું આકર્ષક સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) છે, જે તમે BSNL પાસેથી મેળવી શકો છો. આ પ્લાન સાથે યુઝર્સને દરરોજ 3 GB ડેટા, અનલિમિટેડ વૉઇસકૉલિંગ અને 100 SMS/દિવસ મળે છે. ફેર યુસેજ પોલિસી (FUP) ડેટા સમાપ્ત થયા બાદ, ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 80 Kbps થઈ જાય છે.
આવા સમયે,Vodafone Idea (Vi), Bharti Airtel અને Reliance Jio જેવા ટેલિકોમ ઓપરેટર્સ પણ પ્રીપેડ પ્લાન લઈને આવ્યા છે, જે 30 અને 31 દિવસની વેલિડિટીઓફર કરે છે.












Click it and Unblock the Notifications
