For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: મધ્યમ વર્ગના લોકોને સરકારે આપી મોટી ભેટ

Budget 2019: મધ્યમ વર્ગના લોકોને સરકારે આપી મોટી ભેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી નજીક હોય મોદી સરકારના કાર્યકાળનું અંતિમ બજેટ પીયૂષ ગોયલે રજૂ કર્યું, જેમાં તેમણે ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે કેટલીય લોભામણી જાહેરાતોનું એલાન કર્યું. અરુણ જેટલીની અનુપસ્થિતિમાં પીયૂષ ગોયલે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી. સરકાર તરફથી બજેટમાં એલાન કરવામાં આવ્યું કે જે ખેડૂતો પાસે 2 હેક્ટર જમીન છે તેમના ખાતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઉપરાંત પીયૂષ ગોયલે 5 લાખ રૂપિયાની આવક પર ટેક્સમાંથી છૂટ આપવાની પણ જાહેરાત કરી છે.

5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ

5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ

બજેટ 2019માં મોદી સરકારે મોટી ગિફ્ટ આપતા ટેક્સમાં છૂટની સીમા 5 લાખ રૂપિયા કરવાની ઘોષણા કરી દીધી. અત્યાર સુધી ટેક્સમાં છૂટ માટેની સીમા 2.5 લાખ રૂપિયા હતી, જેને હવે 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. પીયૂષ ગોયલના આ એલાનની સાથે જ હવે સેલરી ક્લાસના લોકોને પણ મોટી રાહત મળઈ ગઈ છે. હવે તેમણે 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ ચૂકવવો પડે. સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવ્યું છે. 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ નહિ લાગે. આ ફેસલાથી 3 કરોડ લોકોને ટેક્સમાંથી રાહત મળશે. સેલેરી ક્લાસને 7 લાખ સુધીની આવક પર ટેક્સ નહિ લાગે. પીયૂષ ગોયલે કહ્યું કે જાન્યુઆરી 2019માં જીએસટી કલેક્શન એક લાખ કરોડને પાર કરી ગયું છે.

દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા

દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા

તાજેતરમાં ખેડૂતોની નારાજગી સામે આવી હતી અને કેટલીય વાર ખેડૂતો રસ્તા પર ઉતરવા માટે મજબૂર થયા હતા. સરકારે તેમને પણ સાથે લાવવાની કોશિશ કરી છે અને આ અંતર્ગત જ પીયૂષ ગોયલે એલાન કર્યું કે આનાથી 12 કરોડ નાના અને પછાત ખેડૂતોને સીધો જ લાભ મળશે. જે ખેડૂતો પાસે 2 હેક્ટર જમીન છે તેમના ખાતામાં 6 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના પાછળ કુલ 75000 કરોડ રૂપિયાનો સરકાર પર વધારાનો બોજો આવશે. પીયૂષ ગોયલે કહ્યું કે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જે અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવશે. આ પૈસા ત્રણ હફ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વર્ષ 2019-20 માટે કુલ 75000 કરોડ રૂપિયાની રકમનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

10 કરોડ મજૂરોને પેન્શન અને વીમો

10 કરોડ મજૂરોને પેન્શન અને વીમો

પીયૂષ ગોયલે મજૂરો માટે પણ ખુશખબરી આપી છે. તેમણે કહ્યું કે 21 હજાર સેલરી વાળા મજૂરોને 7 હજારનું બોનસ મળશે. પીયૂષ ગોયલે મજૂરો માટે શ્રમયોગી માનધન યોજનાની ઘોષણા કરી. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો, જેમનું પીએમ કપાય છે, તેમનો 6 લાખનો વીમો થશે. તેમણે કહ્યું કે 15 હજાર કમાતા મજૂરોને માસિક પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝ્ડ લેબર્સ માટે પેન્શન સ્કીમનું એલાન નાણામંત્રીએ કર્યું. આ સ્કીમ માટે જરૂરત પડવા પર 500 કરોડ રૂપિયાની આપવામાં આશે. 10 કરોડ અસંગઠિત ક્ષેત્રના મજૂરોને તેનો લાભ મળશે. મજૂરોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આના માટે દર મહિને 100 ૂપિયાનું અંશદાન આપવું પડશે.

રક્ષા ક્ષેત્રને ત્રણ લાખ કરોડથી વધુની રકમ

રક્ષા ક્ષેત્રને ત્રણ લાખ કરોડથી વધુની રકમ

પીયૂષ ગોયલે આ વર્ષના બજેટમાં રક્ષા ક્ષેત્રને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપી છે. આની સાથે જ તેમણે એ પણ દાવો કર્યો કે સરકારે પાછલા 40 વર્ષોથી અટકેલ વન રેન્ક વન પેન્શનના વાયદાને પણ પૂરો કર્યો છે. પીયૂષ ગોયલે કહ્યું કે વન રેન્ક વન પેન્શન જે પાછલા 40 વર્ષોથી અટકેલ પડ્યું હતું, અમારી સરકારે તેને લાગુ કર્યું છે.

રેલવે બજેટ કુલ 64 હજાર 587 કરોડનું

રેલવે બજેટ કુલ 64 હજાર 587 કરોડનું

આ વખતે રેલવે બજેટ કુલ 64 હજાર 587 કરોડનું છે. રેલવેમાં વિકાસ કાર્યો માટે 1.58 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલવે વંદે માતરમ સેમી હાઈસ્પીડ ટ્રેન જલદી ચલાવશે. જેની ખાસ વાત એ છે કે આ પૂરી રીતે ભારતમાં બનેલ ટ્રેન છે. તેમણે કહ્યું કે આ વર્ષે સરકારે તમામ માનવરહિત ક્રોસિંગ પણ ખતમ કરી દીધા છે. જ્યારે રેલવેની ખોટ પણ ઓછી કરવામાં આી છે. તેમણે ખાણીપીણી અને રેલવેની અન્ય સુવિધાઓમાં પણ સુધારો થવાની વાત કહી. અરુણાચલ પ્રદેશને પણ રેલવેના નેટવર્ક સાથે જોડવામાં આવ્યું છે. આવું પહેલી વાર છે જ્યારે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, અરુણાચલ રેલવેના નક્શા પર આવ્યું છે.

25 હજારની આવકવાળાઓને ઈએસઆઈ

25 હજારની આવકવાળાઓને ઈએસઆઈ

સરકારે ગ્રેજ્યુટી ચુકવણી સીમા 10 લાખથી 20 લાખ રૂપિયા કરી દીધી છે. જો કોઈ કર્મચારી 5 વર્ષ બાદ નોકરી છોડે છે તો તેને મળતી મહત્તમ 10 લાખ રૂપિયાની રકમને વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 25 હજાર કમાણી વાલા લોકોને ઈએસઆઈની સુવિધા આપવામાં આવશે. હવે લોકો માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન હાંસલ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કરતાં આ વાતનું એલાન કર્યું કે હવે માત્ર 59 મિનિટમાં 1 કરોડ રૂપિયાની લોન મેળવી શકાશે.

આ ઉપરાં પીયૂષ ગોયલે કેટલીય મોટી ઘોષણા કરી

આ ઉપરાં પીયૂષ ગોયલે કેટલીય મોટી ઘોષણા કરી

પીયૂષ ગોયલે પોતાના બજેટ ભાષણમાં એલાન કર્યું કે એક લાખ ડિજિટલ વિલેજનું નિર્માણ કરવામાં આવશે, જે અંતર્ગત ગામોમાં ડિજિટલ યુગને આગળ વધારી શકાશે. મોબાઈલ ડેટાના ક્ષેત્રમાં પણ જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. સંભવતઃ મોબાઈલ ડેટાનો ઉપયોગ અને કૉલ રેટ દુનિયામાં સૌથી ઓછા છે.

  • મનરેગા માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શૂટિંગ માટે સિંગલ વિંડો એક્સેસ
  • પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ કરમારને વ્યાજદરમાં 2 ટકાની રાહત.
  • હોનારતથી અસતગ્રસ્તોને વ્યાજમાં 5 ટકાની છૂટ
  • 7મા પે કમિશન આયોગની ભલામણે લાગુ કરવામાં આશે.
  • ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ યોજના શરૂ કરવામાં આી.
  • બીજું મકાન ખરીદવાથી ટેક્સમાં રાહત.
  • હરિયામાં બનશે દેશની 22મી એમ્સ.

7મું પગારપંચઃ બજેટ 2019માં 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર7મું પગારપંચઃ બજેટ 2019માં 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

English summary
Budget 2019: no income tax till Rs 5 lakh, Rs 6,000 income for farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X