For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: આગામી 3 વર્ષમાં ઘરોમાં લાગશે વિજળીના પ્રીપેડ ‘સ્માર્ટ મીટર'

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળનુ બીજુ બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ઉર્જા નીતિ માટે ઘણા મોટા એલાન કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળનુ બીજુ બજેટ રજૂ કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ઉર્જા નીતિ માટે ઘણા મોટા એલાન કર્યા છે. બજેટમાં નાણામંત્રીએ આગામી 3 વર્ષમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી જૂના મીટર બદલીને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાનો આગ્રહ કર્યો છે. આ સાથે જ આ બજેટમાં પાવર એનર્જી માટે 22 હજાર કરોડ રૂપિયાનુ એલાન કરવામાં આવ્યુ છે.

nirmala sitaraman

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એલાન કર્યુ કે આવનારા વર્ષોમાં ઘરોમાં સ્માર્ટ મીટર લાગશે. ત્યારબાદ ગ્રાહકોને વિજળી કંપની પસંદ કરવાની આઝી હશે. નાણામંત્રીએ કહ્યુ કે હું બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને જૂના મીટર બદલીને પ્રીપેડ સ્માર્ટ મીટર આગામી 3 વર્ષમાં લગાવવા માટે આગ્રહ કરુ છુ. ગ્રાહક આના દ્વારા પોતાની સુવિધાના હિસાબે કંપની અને રેટ પસંદ કરી શકશે. આ બધાને વિજળી આપવાની દિશામાં મહત્વનુ પગલુ છે.

માનવામાં આવી રહ્યુ છે કે મીટર પ્રીપેડ હોવાથી ગ્રાહકોને અમુક સસ્તી વીજળી મળી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વિજળી મંત્રાલયે રાજ્યોને કહ્યુ છે કે તે પોતપોતાના વિજળી નિયામકોને પ્રીપેડ વિજળી ગ્રાહકો માટે રેટ ઘટાડવા માટે કહે. મંત્રાલયે કહ્યુ કે પ્રીપેડ મીટરથી વિજળી વિતરણ કંપનીઓને મીટર રીડિંગ, બિલ અને સંગ્રહ જેવા જે વધારાના ખર્ચ છે તે નહિ કરવા પડે. સરકારની 1 એપ્રિલ 2019થી 3 વર્ષમાં બધા મીટરોને સ્માર્ટ પ્રીપેડ મીટરમાં ફેરવવાની યોજના છે. વિજળી મંત્રાલયે આદેશમાં કહ્યુ, રાજ્ય પોતાના વિદ્યુત નિયામક પંચ (એસઈઆરસી)ને તેમના ગ્રાહકો માટે વિજળીના છૂટક બિલમાં ઘટાડો લાવવાનો આગ્રહ કરી શકે છે જે પહેલા ચૂકવણીવાળા મીટર દ્વારા વિજળી લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Budget-2020: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની સેન્સેક્સ પર શું થઈ અસરઆ પણ વાંચોઃ Budget-2020: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની સેન્સેક્સ પર શું થઈ અસર

English summary
Budget 2020 Conventional energy meters to be replaced by prepaid 'smart meters' in next 3 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X